યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!
૧ તમારા ધ્યેયો શું છે? ઘણા યુવાનોએ યહોવાની ભક્તિમાં વધારે કરવાનો કોઈ ધ્યેય રાખ્યો નથી. પણ ઈશ્વરની ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધવામાં અને એને પૂરો કરવામાં ઘણી ખુશી મળે છે. શું તમને એનો અનુભવ કરવો નહિ ગમે?
૨ આપણા ઘણા યુવાનોએ જોયું છે કે ધન-દોલત અને નામના મેળવવા જેવાં ધ્યેયો નકામા સાબિત થયા છે. એમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પણ સમાવેશ થાય છે. તેથી તેઓ સમજી શક્યા છે કે આવા ધ્યેયો પૂરા કરવામાં ઘણું જોખમ છે. જ્યારે કે ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધે છે અને ઈશ્વરના શિક્ષણની મદદથી એને પૂરો કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે, તેઓને સંતોષ મળે છે. તેમ જ, હંમેશ માટેના જીવન તરફ લઈ જતો માર્ગ ખુલે છે.—સભા. ૧૨:૧, ૧૩.
૩ ઈશ્વરની સેવામાં વધારે કરવાના ધ્યેયો: યુવાનો, શું તમે લાભકારક જ્ઞાનની શોધ કરો છો? નીતિવચનો ૨:૧-૫ ‘ઈશ્વરનું જ્ઞાન શોધવાની’ સલાહ આપે છે. ફક્ત બાઇબલનો અભ્યાસ કરવાથી ઈશ્વરનું જ્ઞાન મળશે. યહોવા સાથે સંબંધ મજબૂત કરવા આપણી પાસે બાઇબલ આધારિત સાહિત્ય છે. એનો નિયમિત અભ્યાસ કરવાથી તમારા વિચારો અને લાગણીઓ પર સારી અસર થશે. વધારે શીખવાથી વધારે યાદ રાખી શકશો. આમ, સંજોગો ઊભા થાય ત્યારે મહત્ત્વના નિર્ણય સારી રીતે લઈ શકશો.
૪ તમે આ બધું કંઈ એક દિવસમાં કરી શકતા નથી. ઈશ્વરની સેવામાં મક્કમ બનવા સમય લાગે છે અને ધીરજ રાખવી પડે છે. જો તમે ધ્યેય બાંધીને એ તરફ વધ્યા કરશો, તો ઈશ્વરની સેવામાં મક્કમ બનવું સહેલું બનશે.
૫ ઈશ્વરની સેવામાં લહાવા મેળવવા શું તમે પ્રયત્ન કરો છો? દર અઠવાડિયે ઘર ઘરના પ્રચારમાં અમુક કલાક કરવાનો શું તમે ધ્યેય રાખ્યો છે? ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસમાં સારી રીતે શીખવવાનો શું તમારો ધ્યેય છે? સ્કૂલમાં જતા અમુક યુવાનોએ એક-બે મહિનાની રજાઓમાં સહાયક પાયોનિયરીંગ કરવાનો ધ્યેય બાંધ્યો છે. આવનાર વર્ષમાં કે ત્યાર પછીના સમયમાં, તમે શું કરવા માગો છો? શું તમારો ધ્યેય નિયમિત પાયોનિયર બનવાનો કે પછી બેથેલમાં સેવા આપવાનો ખરો? જો તમે યુવાન ભાઈ હો, તો શું તમે સેવકાઈ ચાકર બનવાનો, ભાઈઓ માટે બાઇબલ શાળામાં જવાનો અને કોઈક દિવસ વડીલ તરીકે સેવા આપવાનો ધ્યેય રાખો છો? ચોક્કસ ધ્યેય બાંધીને એના પર ખંતથી કામ કરશો તો, તમારા જીવનને સારી દિશા મળશે.
૬ ધ્યેયો પૂરા કરી શકાય એવા હોવા જોઈએ. ભક્તિમાં ધ્યેયો પૂરા કરવાની તમારી ધગશ જોઈને યહોવા ચોક્કસ ખુશ થાય છે. એવા ધ્યેયોને પૂરા કરવા બનતું બધું કરો. એમ કરવાથી તમને હાલમાં અને આવનાર વર્ષોમાં અઢળક આશીર્વાદો મળશે.—ફિલિ. ૪:૧૩.