શું તમે સ્કૂલમાં સાક્ષી આપવા તૈયાર છો?
૧. સ્કૂલમાં જવાનું શરૂ કરો ત્યારે તમારી પાસે કેવી તક રહેલી છે?
૧ તમે પહેલી વખતે સ્કૂલે જતાં હોવ કે બીજા કોઈ ધોરણમાં જવાના હોવ, એક સાક્ષી તરીકે ઘણા દબાણોનો સામનો કરવો પડશે. આવા સંજોગોમાં પણ ‘સત્ય વિષે સાક્ષી’ આપવાની તમારી પાસે ઘણી તક રહેલી છે. (યોહા. ૧૮:૩૭) શું તમે સારી રીતે સાક્ષી આપવા તૈયાર છો?
૨. સ્કૂલમાં સાક્ષી આપવા માટે તમને ક્યાંથી મદદ મળી છે?
૨ પરમેશ્વર યહોવાહ, તમારા માબાપ અને વિશ્વાસુ તથા શાણા ચાકર તરફથી તમને ઘણું શિક્ષણ મળ્યું છે. એનાથી તમને જીવનની દરેક પળોમાં સફળ થવા મદદ મળે છે. (નીતિ. ૧:૮; ૬:૨૦; ૨૩:૨૩-૨૫; એફે. ૬:૧-૪; ૨ તીમો. ૩:૧૬, ૧૭) અમુક હદ સુધી તમને ખબર હશે કે તમારે સ્કૂલમાં કેવા દબાણનો સામનો કરવો પડશે. એ દબાણોનો સામનો કરવા ઈશ્વરે તમને સારું શિક્ષણ આપ્યું છે. એ મનમાં રાખશો તો તમે ગમે ત્યારે સાક્ષી આપવા તૈયાર રહી શકશો. (નીતિ. ૨૨:૩) યુવાન લોકો પૂછે છે પુસ્તકના બેવ ભાગ અને સજાગ બનો!ના લેખોમાં બાઇબલની સરસ સલાહ મળે છે. એ વાંચીને એમાં આપેલું માર્ગદર્શન સ્વીકારવાથી ઘણો લાભ થશે.
૩. યુવાનો તમે ક્યારે સાક્ષી આપવાની તક ઝડપી લઈ શકશો?
૩ સ્કૂલમાં યુવાનોને સાક્ષી આપવાનો અજોડ મોકો મળ્યો છે. કદાચ તમારા વાણી-વર્તન અને સારો પહેરવેશ જોઈને ટીચર અને સાથે ભણનારાં પૂછે કે “તમે કેમ બધાથી અલગ છો?” અથવા તમારા સારા માર્ક્સ જોઈને કે તમારા ધ્યેય વિષે જાણીને તમને એ વિષે પૂછી શકે. (માલા. ૩:૧૮; યોહા. ૧૫:૧૯; ૧ તીમો. ૨:૯, ૧૦) આ રીતે તમને સાક્ષી આપવાની સારી તક મળે છે. આખા વર્ષ દરમિયાન તમારા પર ઘણાં દબાણો આવી શકે. જેમ કે, રાષ્ટ્રિય અને ધાર્મિક તહેવારોમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવે. જો કોઈ તમને પૂછે: ‘કેમ તમે તહેવારો ઊજવતા નથી?’ શું તમે આમ કહેશો કે “હું યહોવાહનો સાક્ષી છું, એટલે આ મારાં ધર્મની વિરુદ્ધ છે.” એમ કહેવાને બદલે કેમ નહિ કે તમે યહોવાહ વિષે જણાવો. કેમ નહિ કે તમે યહોવાહનું માર્ગદર્શન સ્વીકારો અને સારી તૈયારી કરો. આમ કરવાથી તમે સાથે ભણનારાંને, ટીચરને અને બીજાઓને સારી સાક્ષી આપી શકશો.—૧ પીત. ૩:૧૫.
૪. તમને કેમ ખાતરી છે કે તમારું સ્કૂલનું વર્ષ સારું જશે?
૪ તમે કદાચ સ્કૂલે જતાં અચકાતા હશો. પણ એ ના ભૂલો કે તમારી પાસે ઘણાં લોકોનો સાથ છે. તેઓ તમારું આખું વર્ષ સારું જાય એવું ચાહે છે. અમને જાણીને આનંદ થાય છે કે યુવાનો તમારી પાસે એવી અનોખી તક રહેલી છે, જે બધા પાસે નથી. તેથી, તમે હિંમતવાન બનો અને સ્કૂલમાં સારી સાક્ષી આપવા તૈયાર રહો!