પ્રચાર કરતા અચકાઈએ નહિ
૧. શાના માટે હિંમતની જરૂર છે?
૧ શાળામાં બીજાઓ તમારી મજાક ઉડાવશે એમ વિચારીને, શું તમે સત્ય વિષે વાત કરતા અચકાયા છો? એમાંય જો તમે શરમાળ હોવ તો, વાત કરવા માટે હિંમત માંગી લે છે. તમને વાત કરવા ક્યાંથી મદદ મળી શકે?
૨. શાળામાં કેમ સંજોગો પારખીને સત્ય વિષે વાત કરવી જોઈએ?
૨ સંજોગો પારખો: ખરું કે શાળાને આપણો પ્રચાર વિસ્તાર ગણી શકીએ. પરંતુ, એનો અર્થ એવો નથી કે ઘર-ઘરના પ્રચારની જેમ, શાળામાં પણ બધાની સાથે વાત કરવી જોઈએ. શાળામાં સંજોગો પારખીને વાત કરો. (સભા. ૩:૧, ૭) જેમ કે, જો કોઈ વિદ્યાર્થી પૂછે કે તમે કેમ અમુક પ્રવૃત્તિમાં ભાગ નથી લેતા? અથવા ક્લાસમાં કોઈ વિષયની ચર્ચા થતી હોય અથવા કોઈ પ્રોજેક્ટ કે નિબંધ લખવાનો હોય. એવા સંજોગોમાં આપણને સારી રીતે આપણી માન્યતા સમજાવવાનો મોકો મળશે. અમુક બાળકો શાળાની શરૂઆતમાં જ ટીચરને જણાવે છે કે પોતે યહોવાહના સાક્ષી છે અને આપણા અમુક સાહિત્ય આપે છે. અમુક બાળકો પોતાના ટેબલ પર સાહિત્ય રાખે છે, જેથી બીજા વિદ્યાર્થીઓ સામેથી સવાલ પૂછે.
૩. શાળામાં પ્રચાર કરવા તમે કેવી તૈયારી કરશો?
૩ તૈયારી કરો: તૈયારી કરવાથી વાત કરવાની તમારી હિંમત વધશે. (૧ પીત. ૩:૧૫) પહેલેથી વિચારો કે સાથે ભણતા વિદ્યાર્થીઓ કેવા સવાલો કદાચ પૂછશે અને એનો તમે કેવો જવાબ આપશો. (નીતિ. ૧૫:૨૮) સ્કૂલ બેગમાં જરૂરી સાહિત્ય રાખી શકો. જેમ કે બાઇબલ, રીઝનીંગ પુસ્તક, યુવાન લોકો પૂછે છે પુસ્તકો અને ઉત્પત્તિ વિષેની માહિતી રાખી શકો, જેથી જરૂર પડે તેમ વાપરી શકો. તેમ જ તમારાં મમ્મી-પપ્પાને પૂછી શકો: ‘વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવવું એની કુટુંબ તરીકેની ભક્તિ કરતી વખતે પ્રૅક્ટિસ કરી શકીએ?’
૪. શાળામાં કેમ પ્રચાર કરતાં રહેવું જોઈએ?
૪ સારું વિચારો: શાળાના વિદ્યાર્થીઓ સાથે સત્ય વિષે વાત કરશો તો, તેઓ હંમેશાં ઠેકડી ઉડાવશે એવું ન વિચારશો. તમે હિંમતથી સત્ય વિષે વાત કરો છો એની કદાચ અમુક જણ કદર કરશે. પણ જો કોઈ સત્યમાં રસ ન બતાવે, તોય હિંમત ન હારશો. તમારા પ્રયત્નો જોઈને યહોવાહને ખૂબ આનંદ થશે. (હેબ્રી ૧૩:૧૫, ૧૬) યહોવાહને પ્રાર્થના કરતા રહો કે “પૂરેપૂરી હિંમતથી” સત્ય જણાવવા તમને મદદ કરે. (પ્રે.કૃ. ૪:૨૯; ૨ તીમો. ૧:૭, ૮) કલ્પના કરો કે કોઈ વ્યક્તિ સત્યમાં રસ બતાવે છે અને એક દિવસે યહોવાહના ભક્ત બને છે. એ જોઈને તમને કેટલો આનંદ થશે!