પ્રચારમાં સારા સાથીદાર બનો
૧. પ્રચારમાં બબ્બેની જોડીમાં કામ કરવાથી શું ફાયદો થાય છે?
૧ એક વખતે ઈસુએ ૭૦ શિષ્યોને ‘બબ્બેની જોડીમાં’ પ્રચાર કરવા મોકલ્યા. (લુક ૧૦:૧) આ ગોઠવણથી ચોક્કસ શિષ્યોને ફાયદો થયો. તેઓ પ્રચારમાં એકબીજાને મદદ અને ઉત્તેજન આપી શક્યા. તો પછી આપણે પ્રચાર કરતી વખતે કઈ રીતે સાથીદારને મદદ કરી શકીએ?
૨. આપણા સાથીદાર સંદેશો આપતા હોય ત્યારે શું કરવું જોઈએ? શા માટે?
૨ ધ્યાનથી સાંભળીએ: સાથે કામ કરનાર ભાઈ કે બહેન સંદેશો આપતા હોય ત્યારે તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ. (યાકૂ. ૧:૧૯) જ્યારે તે બાઇબલની કલમ વાંચે ત્યારે તમારે પણ બાઇબલ ખોલીને કલમ વાંચવી જોઈએ. ઘરમાલિક અથવા તો તમારા સાથીદાર વાત કરે ત્યારે તેમની સામે જુઓ. એમ કરવાથી ઘરમાલિકને પણ ધ્યાનથી સાંભળવાનું ઉત્તેજન મળશે. જોકે આપણે આજુ-બાજુનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ કે ટોળું વિરોધ કરશે તો તમારા સાથીને ચેતવી દો, અને બને એટલા જલદી ત્યાંથી નીકળી જાવ.
૩. સાથીદાર આપણને ક્યારે બોલવા કહી શકે?
૩ જરૂર પડે ત્યારે બોલીએ: આપણા સાથીદાર વાત કરતા હોય ત્યારે આપણે તેમને એકલાને જ બોલવા દઈએ. આ રીતે આપણે તેમને માન આપીશું. (રૂમી ૧૨:૧૦) અમુક વખતે તેમને મદદની જરૂર હોય ત્યારે જ આપણે વચ્ચે બોલવું જોઈએ. જેમ કે તેમને શું કહેવું એ ખબર ના પડે, ઘરમાલિક કોઈ સવાલ ઉઠાવે કે દલીલ કરે અને તે તમારી મદદ માગે. આવા સમયે આપણે તેમના વિષયના સુમેળમાં જ વાતચીત આગળ ચાલુ રાખવી જોઈએ. (નીતિ. ૧૬:૨૩; સભા. ૩:૧, ૭) આ રીતે મદદ કરીને આપણે સંદેશાને ટેકો આપીએ છીએ.—૧ કોરીં. ૧૪:૮.
૪. પ્રચારમાં સફળતા અને આનંદ મેળવી શકીએ એ માટે શું કરવું જોઈએ?
૪ સિત્તેર શિષ્યો પ્રચારમાંથી “હરખાતા હરખાતા પાછા આવ્યા.” (લુક ૧૦:૧૭) આપણે પણ પ્રચારમાં વાતચીત ધ્યાનથી સાંભળીએ અને જરૂર પડ્યે સાથીદારને મદદ કરીએ. આમ કરવાથી આપણે પણ શિષ્યોની જેમ પ્રચારમાં સફળ થઈશું અને આનંદ મેળવીશું.