સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—મદદ કરનાર સાથી બનીએ
કેમ મહત્ત્વનું: ઈસુ જાણતા હતા કે સેવાકાર્યમાં સાથીદાર મદદરૂપ સાબિત થઈ શકે છે. એટલે, તેમણે સિત્તેર શિષ્યોને પોતાની આગળ પ્રચાર કરવા જોડીમાં મોકલ્યા હતા. (લુક ૧૦:૧) જ્યારે પ્રકાશક સામે અઘરા સંજોગો આવી જાય અથવા ઘરમાલિકને કઈ રીતે જવાબ આપવો એ વિશે મૂંઝવણ ઊભી થાય ત્યારે, સાથીદાર જોઈતી મદદ આપી શકે છે. (સભા. ૪:૯, ૧૦) આપણી સાથે કામ કરનારને પોતાના અનુભવ જણાવી શકીએ અથવા અસરકારક બનવા માટે જરૂરી સૂચનો આપી શકીએ. (નીતિ. ૨૭:૧૭) તેમજ, એક ઘરથી બીજે ઘર જતી વખતે એકબીજાને ઉત્તેજન આપતી વાતચીત પણ કરી શકીએ.—ફિલિ. ૪:૮.
આ મહિને આમ કરો:
સેવાકાર્યમાં સાથે કામ કર્યા પછી સાથીદારને જણાવો કે તેમણે એવું શું કહ્યું અથવા કર્યું જે મદદરૂપ હતું.