૨૦૧૧નું કૅલેન્ડર, કુટુંબ તરીકે ભક્તિ કરવા પર ભાર મૂકે છે
૨૦૧૧ના યહોવાહના સાક્ષીઓના કૅલેન્ડરમાં, કુટુંબ તરીકે ભક્તિ કરવા પર ભાર મૂક્યો છે. એમાં બાઇબલ અભ્યાસ કરતા આજના કુટુંબોના દૃશ્યો આપવામાં આવ્યાં છે. આજના સંજોગો સાથે સરખાવી શકાય એવા બાઇબલ સમયના કુટુંબોના દૃશ્યો પણ આપવામાં આવ્યા છે. એ દૃશ્યોમાં પતિ-પત્ની અને કુંવારા સેવકો પણ જોઈ શકશો.
એ બાઇબલ પાત્રો યહોવાહના નિયમો પાળવામાં આનંદ મેળવે છે, એ બતાવ્યું છે. (ગીત. ૧:૨, ૩) શાસ્ત્રનો અભ્યાસ કરવાથી તેઓ પહાડ જેવી મુસીબતોનો સામનો કરી શક્યા હતા. આપણે એક એક દૃશ્યને તપાસતા જઈશું, તેમ તેમ જોવા મળશે કે કુટુંબ તરીકે ભેગા મળીને ભક્તિ કરવી કેટલી જરૂરી છે. ભલે આપણું કુટુંબ નાનું હોય કે મોટું, બધા જ સભ્યો ઈશ્વરને ભજતા હોય કે નહિ, ચાલો ઈશ્વરની ભક્તિ કરતા રહીએ. કૅલેન્ડરમાં અમુક જગ્યા રાખી છે, જ્યાં કુટુંબ તરીકે ક્યા દિવસે ભક્તિ કરશો, એ લખી શકો. શું તમે એમ કર્યું છે?