દેવશાહી સેવા શાળા સમીક્ષા
નવેમ્બર ૧થી ડિસેમ્બર ૨૭, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. ડિસેમ્બર ૨૭થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. ૧ કાળવૃત્તાંત ૧૬:૩૪માં લેવીઓએ ગાયેલા સ્તુતિ ગીતમાંથી આપણે શું શીખી શકીએ? [w૦૨ ૧/૧૫ પાન ૧૧ ફકરા ૬-૭]
૨. ૧ કાળવૃત્તાંત ૨૨:૫, ૯માં દાઊદે લીધેલાં પગલાંથી આપણે શું શીખી શકીએ છીએ? [w૦૫ ૧૦/૧ પાન ૧૧ ફકરો ૭]
૩. સુલેમાન, ઈશ્વરની નજીક આવે એ માટે દાઊદ શું ચાહતા હતા? (૧ કાળ. ૨૮:૯) [w૦૮ ૧૦/૧ પાન ૧૧ ફકરો ૧૮]
૪. ઢાળેલો જળકુંડ કે સમુદ્ર અદ્ધર રાખવા કેમ પિત્તળના બળદ વાપરવામાં આવ્યા હતા? (૨ કાળ. ૪:૨-૪) [w૦૫ ૧૨/૧ પાન ૧૯ ફકરો ૩; w૯૮ ૬/૧૫ પાન ૧૬ ફકરો ૧૭]
૫. શું કરારકોશમાં ફક્ત બે પાટીઓ જ હતી, કે પછી એમાં બીજી વસ્તુઓ પણ હતી? (૨ કાળ. ૫:૧૦) [w૦૬ ૧/૧ પાન ૮]
૬. ૨ કાળવૃત્તાંત ૬:૧૮-૨૧માં નોંધેલી સુલેમાનની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ? [w૦૫ ૧૨/૧ પાન ૧૯ ફકરો ૮]
૭. ૨ કાળવૃત્તાંત ૧૩:૫માં જણાવેલ ‘લૂણનો કરાર’ શું હતો? [w૦૫ ૧૨/૧ પાન ૨૦ ફકરો ૧]
૮. કેવી રીતે ૨ કાળવૃત્તાંત ૧૭:૯, ૧૦નો સિદ્ધાંત પ્રચારકામમાં લાગુ પાડી શકાય? [w૦૯ ૬/૧ પાન ૧૮ ફકરો ૭]
૯. ૨ કાળવૃત્તાંત ૨૦:૧૭ના સુમેળમાં આજના ઈશ્વરભક્તોએ શું કરવું જોઈએ? [w૦૩ ૬/૧ પાન ૨૧-૨૨ ફકરા ૧૪-૧૭]
૧૦. ઉઝ્ઝીયાહના અહંકારી દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (૨ કાળ. ૨૬:૧૫-૨૧) [w૯૯ ૧૨/૧ પાન ૨૬ ફકરા ૧-૨]