શું તમે ફરી નિયમિત પાયોનિયરીંગ કરી શકો?
૧. વર્ષોથી અમુક ભાઈ-બહેનો શાનો આનંદ માણી રહ્યાં છે? પણ અમુકે શું કરવું પડ્યું છે?
૧ વર્ષોથી હજારો ભાઈ-બહેનો પૂરા સમયના સેવાકાર્યમાં ‘શીખવવાનો તથા પ્રગટ કરવાનો’ આનંદ માણી રહ્યાં છે. (પ્રે.કૃ. ૫:૪૨) પણ જુદા જુદા કારણોને લીધે અમુકે પાયોનિયરીંગ બંધ કરી દીધું છે. જો તમે પહેલાં નિયમિત પાયોનિયર હોવ, તો ફરીથી શરૂ કરવા પોતાના સંજોગો તપાસી શકો?
૨. પાયોનિયરીંગ બંધ કર્યું હોય, તેમણે કેમ ફરીથી પોતાના સંજોગો તપાસવા જોઈએ?
૨ સંજોગો બદલાય ત્યારે: જે સંજોગોને લીધે તમે પાયોનિયરીંગ બંધ કર્યું હોય એ કદાચ આજે ન પણ હોય. દાખલા તરીકે, કદાચ તમે ૯૦ કલાક કરી શકતા ન હોવાથી પાયોનિયરીંગ બંધ કર્યું હશે. પરંતુ હવે ૭૦ કલાક હોવાથી શું તમે ફરીથી શરૂ કરી શકો? શું તમારું કામ અને કુટુંબની જવાબદારી ઘટી છે? શું તમે હમણાં નોકરીમાંથી નિવૃત્ત થયા છો? એક બહેને પહેલાં તબિયતને લીધે પાયોનિયરીંગ બંધ કર્યું હતું. તેમણે છેક ૮૯ વર્ષની ઉંમરે ફરી પાયોનિયરીંગ કરવાનું નક્કી કર્યું. શા માટે? તેમને છેલ્લા એકાદ વર્ષથી એવી કોઈ તકલીફ પડી ન હતી, જેનાથી હૉસ્પિટલ જવું પડે. એટલે તેમને લાગ્યું હવે તેમની તબિયત સારી છે ને તે ફરીથી પાયોનિયરીંગ કરી શકશે.
3. પાયોનિયરીંગ ફરીથી શરૂ કરવા કોઈને તેમના કુટુંબીજનો કેવી રીતે મદદ કરી શકે?
૩ કદાચ તમે નહિ તો, કુટુંબમાં બીજું કોઈ પહેલાં પાયોનિયર હોય. તેમણે કદાચ કુટુંબમાં વૃદ્ધ માબાપની કે બીજા કોઈની સંભાળ રાખવા પોયનિયરીંગ બંધ કર્યું હોય. (૧ તીમો. ૫:૪, ૮) જો એમ હોય તો, શું તમે અને કુટુંબના બીજા સભ્યો મદદ કરી શકો જેથી તે ફરીથી પાયોનિયરીંગ શરૂ કરી શકે? એ માટે કદાચ તમે સાથે મળીને વાત કરો. (નીતિ. ૧૫:૨૨) જો કુટુંબના બધા સભ્યો ટેકો આપે, તો વ્યક્તિ ફરીથી પાયોનિયરીંગ કરી શકશે અને આખું કુટુંબ એનો આનંદ માણશે.
૪. ફરીથી પાયોનિયરીંગ થઈ ન શકે તો શું કરી શકો?
૪ જો સંજોગો તપાસ્યા પછી તમે ફરીથી પાયોનિયરીંગ કરી શકતા ન હોવ, તો નિરાશ ન થાવ. તમે એમ કરવા વિચાર્યું એનાથી યહોવાહ ચોક્કસ ખુશ થશે. (૨ કોરીં. ૮:૧૨) પાયોનિયર તરીકેની આવડતોનો તમે પ્રચારમાં ઉપયોગ કરી શકો. પ્રાર્થનામાં તમારી ઇચ્છા જણાવો. અને સંજોગો બદલાય તો પાયોનિયરીંગ કરવા તૈયાર રહો. (૧ યોહા. ૫:૧૪) સમય જતા કદાચ યહોવાહ તમારા માટે ‘મહાન દ્વાર ખોલશે’ જેથી તમે ફરીથી પાયોનિયરીંગનો આનંદ માણી શકો.—૧ કોરીં. ૧૬:૯.