પ્લીઝ ફૉલો અપ (S-43) ફૉર્મ ક્યારે ભરવું જોઈએ?
રસ ધરાવતી વ્યક્તિ તમારા પ્રચાર વિસ્તારની ન હોય અથવા બીજી ભાષા બોલતી હોય તો, આ ફૉર્મ ભરવું જોઈએ. જો વ્યક્તિને સત્યમાં ખરેખર રસ હોય, તો જ એ ફૉર્મ ભરવું જોઈએ. જો વ્યક્તિ સાંભળી શકતી ન હોય અને નજીકના મંડળમાં હાવભાવની ભાષાનું (સાઈન લેંગ્વેજ) ગ્રૂપ હોય તો જરૂર ભરવું જોઈએ. એવી કોઈ વ્યક્તિને ભલે સત્યમાં રસ ન હોય તોપણ આપણે (S-43) ફૉર્મ ભરવું જ જોઈએ.
ફૉર્મ ભરીને કોને આપવું જોઈએ? તમારા મંડળના સેક્રેટરીને. જો તે જાણતા હોય કે કયા મંડળને મોકલવું જોઈએ, તો તે મોકલી આપશે, જેથી એ મંડળના વડીલો રસ ધરાવતી વ્યક્તિને મળવાની ગોઠવણ કરે. પણ સેક્રેટરી જાણતા ન હોય કે કયા મંડળને મોકલવું તો, એ ફૉર્મ બેથેલને મોકલી આપશે.
ધારો કે તમારા વિસ્તારમાં બીજી ભાષા બોલતી વ્યક્તિને સત્યમાં રસ હોય તો શું કરશો? એ વ્યક્તિની ભાષા બોલતા કોઈ ભાઈ કે બહેન, તમારા કે નજીકના મંડળમાંથી તેને મળવા જાય એવી ગોઠવણ તમે કરો ત્યાં સુધી તેને મળો અને ઉત્તેજન આપતા રહો.—નવેમ્બર, ૨૦૦૯ આપણી રાજ્ય સેવા પાન ૩ જુઓ.