તમારા સાહિત્યની હાલત કેવી છે?
આપણે કોઈ પણ સાહિત્ય આપતા પહેલાં એની હાલત જોવી જોઈએ. શું એના પાના વળી ગયા છે? ઝાંખા પડી ગયા છે? ગંદા થઈ ગયા છે? કે પછી ફાટેલા છે? જો એવું સાહિત્ય લોકોને આપીશું, તો આપણા સંગઠનનું નામ ખરાબ થશે. તેમ જ, સાહિત્યમાં રહેલા જીવન આપનારા સંદેશાની લોકો કદર નહિ કરે.
સાહિત્ય ખરાબ ન થાય એ રીતે રાખવા આપણે શું કરી શકીએ? અમુક ભાઈ-બહેનો પોતાની બેગમાં સરખા સરખા સાહિત્ય એક સાથે ગોઠવે છે. જેમ કે, બધા પુસ્તકો એક સાથે, મૅગેઝિન અને મોટી પુસ્તિકા એક સાથે અને બધી પત્રિકા એક સાથે, વગેરે વગેરે. તેઓ ઘરમાલિક સાથે વાત કર્યા પછી પોતાનું બાઇબલ અને સાહિત્ય, સાચવીને બેગમાં પાછા મૂકી દે છે. અમુક ભાઈ-બહેનો સાહિત્ય દેખાય એવી પ્લાસ્ટિક બેગ કે ફોલ્ડરમાં રાખે છે. આપણે ભલે ગમે તે રીત વાપરીએ, લોકો આપણા સાહિત્યનો વાંધો ઉઠાવે એવો મોકો ન આપીએ.—૨ કોરીં. ૬:૩.