“તમે મારું સાહિત્ય લેશો તો હું તમારું લઈશ”
કદાચ અમુક ઘરમાલિક એવું કહેશે. આપણે બાઇબલ સાહિત્ય આપીને જૂઠાણું ફેલાવતા ધાર્મિક સાહિત્યો લેતા નથી. તેથી, એવું શું કહી શકીએ જેથી ઘરમાલિકને ખોટું ન લાગે? (રોમ. ૧:૨૫) આપણે આમ કહી શકીએ: “તમારી ઑફર માટે આભાર. મનુષ્યની મુશ્કેલીઓના ઉકેલ વિશે એમાં શું જણાવ્યું છે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક એવું કહે કે જવાબ મેળવવા માટે તેમનું સાહિત્ય વાંચો તો? યાદ અપાવી શકીએ કે આપણું સાહિત્ય શાના વિશે છે એ જણાવીને તેમને ઑફર કર્યું હતું. પછી માથ્થી ૬:૯, ૧૦ વાંચો.] ઈસુએ જણાવ્યું હતું કે ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા પોતાની ઇચ્છા પૃથ્વી પર પૂરી કરશે. તેથી, હું એવું જ ધાર્મિક સાહિત્ય વાંચું છું જે ઈશ્વરના રાજ્ય વિશે જણાવે છે. ઈશ્વરના રાજ્ય દ્વારા આવનાર અમુક આશીર્વાદો વિશે હું બાઇબલમાંથી બતાવી શકું?”