વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૪
  • સમજી-વિચારીને સાહિત્ય આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમજી-વિચારીને સાહિત્ય આપો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • સવાલ-જવાબ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • “તમે મારું સાહિત્ય લેશો તો હું તમારું લઈશ”
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • તમારા સાહિત્યની હાલત કેવી છે?
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૪
યહોવાના સાક્ષીઓ એક સ્ત્રીને ઈશ્વર પાસેથી ખુશખબર પુસ્તિકા આપે છે ત્યારે, તે ધ્યાનથી સાંભળે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજી-વિચારીને સાહિત્ય આપો

ઈસુએ કહ્યું હતું: “તમને મફત મળ્યું, મફત આપો.” (માથ ૧૦:૮) લોકોને બાઇબલ અથવા બાઇબલ આધારિત સાહિત્ય વિના મૂલ્યે આપીને આપણે એ આજ્ઞા પાળીએ છીએ. (૨કો ૨:૧૭) એમાં કોઈ શંકા નથી કે એ સાહિત્યમાં બાઇબલનાં અનમોલ સત્ય જણાવવામાં આવ્યાં છે. એ સાહિત્યને છાપવાં અને આખી દુનિયાનાં મંડળોમાં મોકલવાં ખૂબ જ મહેનત અને ખર્ચ કરવામાં આવે છે. તેથી, આપણે જરૂરિયાત પૂરતું જ સાહિત્ય લેવું જોઈએ.

સમજી-વિચારીને સાહિત્ય આપો, પછી તમે જાહેરમાં સેવાકાર્ય કરતા હો કે ટ્રૉલી દ્વારા. (માથ ૭:૬) પસાર થતા લોકોના હાથમાં સાહિત્ય થમાવી દેવાને બદલે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, જેથી તેઓને વાંચવામાં રસ છે કે નહિ એ જાણી શકો. જો વ્યક્તિ કોઈ ખાસ વિષય પર સાહિત્ય માંગે, તો ખુશી ખુશી તેને એક પ્રત આપો.—નીતિ ૩:૨૭, ૨૮.

શું વ્યક્તિ . . .

  • આપણી વાત ધ્યાનથી સાંભળે છે?

  • વાતચીતમાં ભાગ લે છે?

  • સાહિત્ય વાંચવા તૈયાર છે?

  • દાન વિશે પૂછે છે?

  • ઈશ્વરના વચનમાંથી જે સાંભળે છે એની કદર કરે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો