સવાલ-જવાબ
▪ કોણે કૂપન ભરવી જોઈએ અને કોણે ઇન્ટરનેટથી રીક્વેસ્ટ કરવી જોઈએ?
આપણા સાહિત્યમાં વારંવાર કૂપન આવે છે, જેને ભરીને શાખા કચેરી મોકલી શકાય છે. શા માટે? એ કૂપન ભરીને જે તે સાહિત્ય મંગાવી શકાય અથવા યહોવાહના સાક્ષીઓને ઘરે બોલાવી શકાય. તેમ જ, બાઇબલ અભ્યાસ કરવો હોય તો www.watchtower.org વેબ સાઈટ પરથી પણ જણાવી શકાય. આવી ગોઠવણથી ઘણાને સત્ય શીખવા મદદ મળી છે. પરંતુ, આ ગોઠવણ દ્વારા પ્રકાશકો પોતાના સગાં માટે સાહિત્ય મંગાવે કે કોઈ તેમને મળે એવી વિનંતી કરે ત્યારે ગૂંચવણ ઊભી થાય છે.
શાખા કચેરી તરફથી લોકોને સાહિત્ય મળ્યા હોય એમાંના અમુકે ફરિયાદ કરી છે. તેઓને લાગે છે કે આપણી સંસ્થા હેરાન કરવા નિયમિત સાહિત્ય મોકલે છે. પ્રકાશકોને કોઈને મળવાનું કહેવામાં આવ્યું હોય ત્યારે તેઓ જાય છે. પણ સામેની વ્યક્તિ ખિજાઈ જાય છે ત્યારે પ્રકાશકે નીચું જોવું પડે છે. એટલે આવી ગૂંચવણ ઊભી ન થાય માટે શું કરવું જોઈએ? પ્રકાશકે નહિ પણ ફક્ત રસ ધરાવતી વ્યક્તિએ જ કૂપન ભરવી જોઈએ અથવા આપણી વેબસાઈટ પર રીક્વેસ્ટ કરવી જોઈએ. જો શાખા કચેરીને લાગશે કે કોઈ પ્રકાશકે આ રીક્વેસ્ટ કરી છે, તો એની અવગણના કરવામાં આવશે.
એમ હોય તો આપણાં સગાં-વહાલાંને સત્ય શીખવા કઈ રીતે મદદ કરી શકીએ? જો તમે ચાહતા હોય કે તેઓને સાહિત્ય મળે, તો તમે જાતે જ મોકલી શકો. તમારા સગાં-વહાલા ચાહતા હોય કે યહોવાહના સાક્ષી તેઓને મળે, પણ તમે ત્યાંના વડીલોને ઓળખતા ન હોય તો શું કરી શકો? પ્લીઝ ફૉલો અપ (S-43) ફૉર્મ ભરીને મંડળના સેક્રેટરીને આપો, તે શાખા કચેરીને મોકલી આપશે. પણ જો રસ ધરાવતી વ્યક્તિ જેલમાં કે હૉસ્પિટલમાં હોય તો, તેની સાથે સંપર્ક બાંધવા તમારે શાખા કચેરીને જણાવવું ન જોઈએ. પણ તેને ઉત્તેજન આપી શકીએ કે જેલ અથવા હૉસ્પિટલની મુલાકાતે આવતા આપણા ભાઈઓ સાથે પોતે જ સંપર્ક બાંધે અથવા તો શાખા કચેરીને લખીને જણાવે.