સવાલ-જવાબ
◼ શું પ્રકાશકે બીજા દેશમાં રહેતી અજાણી વ્યક્તિને ખુશખબર જણાવવા અથવા તેની જોડે અભ્યાસ કરવા ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ?
અમુક દેશોમાં બહુ ઓછા પ્રકાશકો રહે છે અથવા પ્રચારકાર્ય છૂટથી કરી શકાતું નથી. એવા દેશોમાં રહેતી વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ ચલાવવા બીજા દેશના અમુક પ્રકાશકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. અમુક કિસ્સાઓમાં એના સારાં પરિણામો જોવા મળ્યાં છે. જોકે, અજાણી વ્યક્તિ સાથે ચર્ચા કરવા પ્રકાશક ઈ-મેઇલ અથવા ચેટીંગનો ઉપયોગ કરે તો, એ જોખમકારક બની શકે છે. (જુલાઈ ૨૦૦૭, આપણી રાજ્ય સેવા પાન ૩ જુઓ.) ખરું કે, એમ કરવાનો આપણો મુખ્ય હેતુ નમ્ર દિલના લોકોને રાજ્યનો સંદેશો જણાવવાનો છે. પરંતુ, આવી ચર્ચા દ્વારા આપણા ભાઈ કે બહેન ખરાબ સંગતિનો શિકાર થઈ શકે. એમાં કદાચ ખોટું શિક્ષણ ફેલાવતા લોકોનો પણ સમાવેશ થઈ શકે. (૧ કોરીં. ૧:૧૯-૨૫; કોલો. ૨:૮) છૂટથી પ્રચાર નથી કરી શકતા અથવા આપણા પ્રચારકાર્ય પર પ્રતિબંધ છે, એવા વિસ્તારના અધિકારીઓ વાતચીત વ્યવહાર પર નજર રાખતા હોય શકે. એવી વાતચીતથી કદાચ, એ વિસ્તારમાં રહેતાં આપણાં ભાઈ-બહેનો જોખમમાં આવી શકે. એટલે, બીજા દેશમાં રહેતી વ્યક્તિને સંદેશો જણાવવા ઇન્ટરનેટનો ઉપયોગ કરવો નહિ.
શાખા કચેરીથી માર્ગદર્શન ન મળ્યું હોય તો, બીજા દેશમાંથી ફરવા આવેલી વ્યક્તિને ખુશખબર જણાવ્યા પછી તે પોતાના દેશ પાછી જાય ત્યારે સત્ય માટે રસ જગાડવા આપણે પ્રયત્ન કરવો નહિ. એના બદલે, તેને પહેલેથી બતાવો કે jw.org પરથી કઈ રીતે વધારે માહિતી મેળવી શકાય. અથવા કઈ રીતે તે પોતાના દેશની શાખા કચેરીનો સંપર્ક કરી શકે. તેના ઘરની નજીક આવેલા રાજ્યગૃહમાં જવા પણ ઉત્તેજન આપી શકીએ. ખરું કે, અમુક દેશોમાં રાજ્યગૃહ નથી. જો વ્યક્તિ ચાહે કે તેમના વિસ્તારના સાક્ષીઓ તેમને મળવા આવે, તો આપણે પ્લીઝ ફૉલો અપ (S-૪૩) ફૉર્મ ભરીને સેક્રેટરીને આપવું જોઈએ. પછી, સેક્રેટરી jw.org દ્વારા એ માહિતી મોકલી આપશે. રસ ધરાવનાર વ્યક્તિના વિસ્તારના સંજોગો કેવા છે એ ત્યાંની દેખરેખ રાખતી શાખા કચેરીને વધારે ખબર છે. તેથી, તેઓ જ તે વ્યક્તિને સૌથી સારી રીતે મદદ કરી શકશે.—નવેમ્બર ૨૦૧૧, આપણી રાજ્ય સેવા પાન ૧-૨ જુઓ.
હાલમાં મુલાકાત લેતા હોઈએ એ વ્યક્તિ બીજા દેશમાં જતી રહે અથવા ઇન્ટરનેટ દ્વારા બીજા દેશમાં રહેતી વ્યક્તિ સાથે અભ્યાસ કરતા હોઈએ ત્યારે, ઉપર જણાવેલા માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. જોકે, એ વિસ્તારમાં રહેતા પ્રકાશકો એ વ્યક્તિને ન મળે ત્યાં સુધી આપણે વાતચીત વ્યવહાર ચાલુ રાખી શકીએ. તેમ છતાં, જો તે છૂટથી પ્રચાર નથી કરી શકતા અથવા પ્રતિબંધ છે એવા વિસ્તારમાં રહેતી હોય, તો પત્ર, ટેલિફોન કે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા બાઇબલ વિષય પર ચર્ચા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.—માથ. ૧૦:૧૬.