મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ ડિસેમ્બર ૧
“આજે સેક્સ વિષે લોકોના વિચારો બદલાતા રહે છે. તમને લાગે છે કે બાઇબલના સંસ્કારો જુનવાણી છે અને વધારે પડતા કડક છે? [જવાબ આપવા દો.] કયા ધોરણો સારા અને કયા ખરાબ એ વિષે બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું છે, એ તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, ૨ તીમોથી ૩:૧૬ વાંચી આપો.] સેક્સ વિષે લોકો પૂછતા હોય એવા દસ સવાલના જવાબ આ મૅગેઝિનમાં બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. એ પણ બતાવે છે કે બાઇબલના ધોરણોથી આપણને કેવો ફાયદો થાય છે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“બાળકો મોટા થઈને જવાબદાર વ્યક્તિ બને એવું આપણે ચાહીએ છીએ. તેઓને એ રીતે મોટા કરવા આપણે શું કરી શકીએ? [જવાબ આપવા દો.] માબાપની ભૂમિકા વિષે હું શાસ્ત્રમાંથી એક વિચાર વાંચી આપું? [ઘરમાલિક રજા આપે તો, નીતિવચનો ૨૨:૬ વાંચી આપો.] આ લેખ બતાવે છે કે માબાપો એ ધ્યેય કેવી રીતે હાંસલ કરી શકે.”