મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ડિસેમ્બર ૧
“જીવનનો હેતુ શું છે એ વિશે અમે તમારા વિચાર જાણવા માંગીએ છીએ? [જવાબ આપવા દો.] એ બાબતે શાસ્ત્રમાંથી એક વચન બતાવી શકું? [ઘરમાલિક રજા આપે તો, સભાશિક્ષક ૧૨:૧૩ વાંચી આપો અને પાન ૪ ઉપરનો લેખ બતાવો.] આ લેખ એ મુદ્દા પર વધુ જણાવે છે. આ મૅગેઝિન બે મહત્ત્વના પ્રશ્નોના જવાબ પણ આપે છે.” ઘરમાલિકને પાન ૩ ઉપર છેલ્લે આપેલા સવાલો બતાવો.