મૅગેઝિન આપતા આમ કહી શકીએ
જાન્યુઆરી મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“શું તમને લાગે છે કે ઈશ્વરનું કોઈ નામ છે? [જવાબ આપવા દો.] આ વિષય પર હું તમને કંઈ બતાવી શકું?” જો ઘરમાલિક રસ બતાવે, તો જાન્યુઆરી-માર્ચનું ચોકીબુરજ તેને આપી છેલ્લા પાનનો લેખ બતાવી શકો. પછી પહેલા ગૌણ મથાળાની માહિતીની ચર્ચા કરો. અને ઓછામાં ઓછી એક કલમ વાંચો. પછી એ વ્યક્તિને મૅગેઝિન આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરીમુલાકાતની ગોઠવણ કરો.
ચોકીબુરજ જાન્યુઆરી-માર્ચ
“ઘણા લોકો દુનિયાના અંત વિશે વાતો કરે છે. શું તમને લાગે છે કે આપણે દુનિયાના અંતથી ડરવું જોઈએ? [જવાબ આપવા દો.] એ વિશે શાસ્ત્ર શું કહે છે એ તમને બતાવું? [જો ઘરમાલિક રસ બતાવે તો ૧ યોહાન ૨:૧૭ વાંચો.] દુનિયાના અંત વિશે લોકો સામાન્ય રીતે ચાર સવાલો પૂછતા હોય છે, જેના જવાબ આ મૅગેઝિન આપે છે.”