મૅગેઝિન આપતા આમ કહી શકીએ
એપ્રિલ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“ઘણા લોકો ચાહે છે કે ધરતી પર સુખ-શાંતિ આવે. એવી દુનિયા કોણ લાવશે? [જવાબ આપવા દો.] એના વિષે શાસ્ત્ર શું કહે છે એ તમને વાંચી આપું?” ઘરમાલિક રજા આપે તો, દાનીયેલ ૨:૪૪ વાંચી આપો. પછી ઘરમાલિકને એપ્રિલ ૧નું ચોકીબુરજ આપો અને પાન ૧૬ ઉપરના પહેલા મથાળા નીચેનો ફકરો વાંચીને એની ચર્ચા કરો. બીજી વાર આવીને એના પછીના સવાલની ચર્ચા કરવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ એપ્રિલ ૧
“આજે ખ્રિસ્તીઓના અનેક પંથ અને ચર્ચ છે. તેઓ બધા જ જુદું જુદું માને છે. શું તમને લાગે છે કે બધા જ ખ્રિસ્તીઓ ઈસુના પગલે ચાલે છે? [જવાબ આપવા દો.] ઈસુના કહેવા પ્રમાણે સાચા ખ્રિસ્તીઓની એક ઓળખ છે. એ તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિક રજા આપે તો યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચી આપો.] આ મૅગેઝિનમાં સાચા ખ્રિસ્તીઓને ઓળખવા ઈસુએ કહેલી પાંચ રીત જણાવી છે.”
સજાગ બનો! એપ્રિલ-જૂન
“આજે વેપાર ધંધામાં લોકો અનેક રીતે બેઈમાની અને કાળું-ધોળું કરે છે. ઘણા માને છે કે ધંધામાં સફળ થવા એવું કરવું જરૂરી છે. તમને એના વિષે શું લાગે છે? [જવાબ આપવા દો.] હું તમને એના વિષે એક મુદ્દો શાસ્ત્રમાંથી વાંચી આપું? [ઘરમાલિક રજા આપે તો નીતિવચનો ૨૦:૧૭ વાંચી આપો.] આ મૅગેઝિન બતાવે છે કે ઇમાનદાર બનવાના કયા ફાયદા છે.”