મૅગેઝિન આપતા આમ કહી શકીએ
એપ્રિલ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“ઘણા લોકો માને છે કે આજે દુનિયામાં દુષ્ટતા પાછળ શેતાનનો હાથ છે. પણ તેઓને થાય છે, ‘શેતાનને કોણે બનાવ્યો? શું ઈશ્વરે તેને બનાવ્યો?’ તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] આના વિશે મારી પાસે અમુક માહિતી છે એ તમને બતાવી શકું?” ઘરમાલિક રસ બતાવે તો એપ્રિલ-જૂનના ચોકીબુરજનું છેલ્લું પાનું બતાવો. પહેલો ફકરો અને ટાંકેલી કલમની ચર્ચા કરો. ઘરમાલિકને મૅગેઝિન આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ એપ્રિલ–જૂન
“વિકલાંગ બાળકની સંભાળ રાખવી માબાપ માટે ઘણું અઘરું છે. એવા સંજોગોમાં કુટુંબ કઈ રીતે સામનો કરી શકે? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં સુંદર ભાવિની આશા છે એ તમને બતાવી શકું? [ઘરમાલિક રજા આપે તો પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો. પાન દસ પરનો લેખ બતાવો.] ખરું કે શાસ્ત્રમાં સુંદર ભાવિ વિશે જણાવ્યું છે. પણ એવું બને ત્યાં સુધી માબાપ કઈ રીતે એવી મુશ્કેલીઓનો સામનો કરી શકે એ વિશે આ લેખ જણાવે છે.”