મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ મે
“આજે ઘણા લોકો દુનિયાના અંત વિષે વાતો કરે છે. તમને શું લાગે છે શાનો અંત આવશે? [જવાબ આપવા દો.] હું તમને શાસ્ત્રમાંથી બતાવું કે પરમેશ્વરે એના વિષે શું જણાવ્યું છે? [જો ઘરમાલિકને રસ હોય, તો ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧ વાંચી આપો.] આ લેખ બતાવે છે કે શાનો અંત આવશે?” પાન ૮ પરનો લેખ બતાવો.
સજાગ બનો! એપ્રિલ-જૂન
“પરમેશ્વર કેમ શેતાનનો નાશ કરતા નથી? આ સવાલ ઘણા લોકો પૂછે છે. શું તમને ક્યારેય આવો સવાલ થયો છે? [જવાબ આપવા દો.] પાન ૩૦ અને ૩૧ પરનો લેખ આ સવાલનો જવાબ આપે છે? એ પણ જણાવે છે કે પરમેશ્વર જલદીથી શેતાનનો નાશ કરશે પછી દુનિયા કેવી હશે.” જો ઘરમાલિકને રસ હોય, તો તેમને પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચી આપો.
ચોકીબુરજ જૂન
“ઘણા લોકો ઈસુ વિષે જુદું જુદું માને છે. ઈસુ વિષે તમે શું વિચારો છો? [જવાબ આપવા દો.] ઈસુ વિષે બાઇબલમાં શું જણાવ્યું છે એ તમને બતાવું? [જો ઘરમાલિકને રસ હોય, તો યોહાન ૧૭:૩ વાંચી આપો.] આ મૅગેઝિન જણાવે છે કે ઈસુ ખરેખર કોણ છે? ક્યાંથી આવ્યા? કેવું જીવન જીવ્યા? શા માટે મરણ પામ્યા?”