વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૧ પાન ૮
  • મૅગેઝિન આપતા શું કહેશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મૅગેઝિન આપતા શું કહેશો?
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • મૅગેઝિન આપતા શું કહેશો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • મૅગેઝિન આપતા શું કહેશો
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૩/૧૧ પાન ૮

મૅગેઝિન આપતા શું કહેશો?

ચોકીબુરજ માર્ચ

“આજે ઘણા લોકોના લગ્‍ન તૂટી રહ્યાં છે. એટલે લગ્‍ન ટકાવી રાખવા ક્યાંથી મદદ મળી શકે? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં લગ્‍ન વિષે સરસ સિદ્ધાંત છે એ તમને બતાવું? [જો ઘરમાલિકને રસ હોય તો, માત્થી ૧૯:૪-૬ વાંચી આપો.] આ મૅગેઝિન શાસ્ત્રમાંથી લગ્‍ન વિષે અમુક સિદ્ધાંતોની ચર્ચા કરે છે. એ સિદ્ધાંતો લાગુ પાડવાથી મુશ્કેલીઓ સહેવા અને લગ્‍નજીવન સુખી બનાવવા મદદ મળે છે.”

સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ

“શું તમને લાગે છે કે મોબાઇલ, ઈ-મેઇલ, ચેટ-રૂમ કે પછી એવી કોઈ ટૅક્નોલૉજી દ્વારા મિત્રો સાથે સંપર્કમાં રહેવાથી, નિરાશામાંથી બહાર આવવા મદદ મળે છે? [જવાબ આપવા દો.] કોઈ વાર ઉદાસ થઈ જઈએ તો એમાંથી બહાર આવવાની એક રીત બતાવું? [ઘરમાલિકને રસ હોય તો, પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫ વાંચી આપો.] નિરાશામાંથી બહાર આવવા વિષે આ મૅગેઝિનમાં વધારે સૂચનો આપ્યા છે.”

ચોકીબુરજ એપ્રિલ

“અમે યહોવાહના સાક્ષીઓ છીએ અને બધાના ઘરે ઘરે જઈએ છીએ. કદાચ તમને થશે કે એવું કેમ કરીએ છીએ? [જવાબ આપવા દો.] એનું કારણ હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, માત્થી ૨૪:૧૪ વાંચી આપો.] આ મૅગેઝિન બતાવે છે કે ખુશખબર શું છે? ઈશ્વરનું રાજ્ય શું છે? શાનો અંત આવશે?”

સજાગ બનો! એપ્રિલ-જૂન

“અમુક માને છે કે ધર્મના નામે જુલમ થાય છે. એટલે ધર્મ જ ન હોય તો દુનિયામાં સુખ-શાંતિ હશે. તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] હું તમને બતાવી શકું કે કેવો ગુણ કેળવવાથી ઈશ્વરને માન્ય ભક્તિ કરી શકીએ અને મનુષ્યનું પણ ભલુ થાય? [યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચી આપો.] આ મૅગેઝિનમાં એ વિષે વધારે સમજાવ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો