મૅગેઝિન આપતા શું કહેશો
ચોકીબુરજ માર્ચ
“સાસુ-સસરા સાથે તકરાર થાય તો લગ્નજીવનમાં તણાવ ઊભો થાય છે. તણાવને ઓછો કરવા માટે શું કરી શકાય તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] એકબીજાને પ્રેમ બતાવવા વિષે શાસ્ત્રમાં જે લખ્યું છે એ શું તમને સાંભળવાનું ગમશે? [જો ઘરમાલિક ચાહે તો ૧ કોરીંથી ૧૩:૪ વાંચો.] તકરાર થાય ત્યારે કેવી રીતે તણાવને ઓછો કરી શકીએ એ વિષે આ લેખમાં સરસ માહિતી છે.” પાન ૮થી શરૂ થતો લેખ બતાવો.
સજાગ બનો! જાન્યુ.-માર્ચ
“પતિ-પત્ની વચ્ચે ક્યારેક તો મતભેદ થતો જ હોય છે. આવા સમયે શું કરી શકાય? [જવાબ આપવા દો.] શું હું તમને શાસ્ત્રમાંથી ઝઘડાને શાંત પાડવાની એક રીત વિષે બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે તો એફેસી ૪:૩૧, ૩૨ વાંચો.] આ મૅગેઝિનમાં કુટુંબ કેવી રીતે સુખી બનાવવું એ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.” પાન ૬ પરનો લેખ બતાવો.
ચોકીબુરજ એપ્રિલ
આ મૅગેઝિન ચર્ચના લોકોને અને જેઓ બાઇબલને આદર આપે છે એવા લોકોને જ આપવું જોઈએ. “જ્યારે લોકોને પૂછવામાં આવે કે ઇતિહાસમાં કઈ વ્યક્તિએ લોકોના જીવનને વધારે અસર કરી છે? ત્યારે ઘણા લોકો ઈસુનું નામ આપશે. તમારું માનવું શું છે? [જવાબ આપવા દો.] ઈસુ વિષે લોકોની અલગ-અલગ માન્યતા છે, જે એકબીજાથી વિરુદ્ધ પણ હોય. તો ઈસુ વિષે સત્ય જાણવું કેમ મહત્ત્વનું છે, એ આ કલમમાં છે. [યોહાન ૧૭:૩ વાંચો.] ચોકીબુરજના આ ખાસ અંકમાંથી જાણવા મળશે કે બાઇબલ ઈસુ વિષે અને તેમના શિક્ષણ વિષે શું કહે છે.”
સજાગ બનો! એપ્રિલ-જૂન
“આપણે કોઈને કોઈ સમયે ભેદભાવનો શિકાર બન્યા હોઈશું. એ વિષે પરમેશ્વરને કેવું લાગે છે? [જવાબ આપવા દો. ઘરમાલિક ચાહે અને મંજૂરી આપે તો પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫ વાંચો.] આ મૅગેઝિનમાં જણાવ્યું છે કે આપણે ભેદભાવનો સામનો કેવી રીતે કરી શકીએ. જો આપણામાં ભેદભાવનો કોઈ અંશ હોય તો એને કઈ રીતે દૂર કરી શકાય, એના વિષે આ મૅગેઝિનમાં અમુક સિદ્ધાંતો આપ્યા છે.”