મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ મે
“બાઇબલ વિષે લોકોના અલગ અલગ વિચારો હોય છે. બાઇબલ વિષે તમે શું માનો છો? [જવાબ આપવા દો. જો ઘરમાલિક રસ બતાવે તો કલમ વાંચવા વિષે પૂછી શકો. હા પાડે તો ૨ પીતર ૧:૨૧ વાંચો.] ઘણા લોકો માને છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. આ લેખ એના વિષે પુરાવો આપે છે.” પાન ૪ પરનો લેખ બતાવો.
સજાગ બનો! એપ્રિલ-જૂન
“આજના ટેક્નૉલૉજી યુગમાં મોબાઈલ કે કૉમ્પ્યુટર હોવાં એ કોઈ નવાઈની વાત નથી રહી. શું ટેક્નૉલૉજી આપણો સમય બચાવે છે કે પછી બગાડે છે, તમને શું લાગે છે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક રસ બતાવે તો કલમ વાંચવા વિષે પૂછી શકો. હા પાડે તો એમ કરો.] મોટા ભાગના લોકો સમયનો સારો ઉપયોગ કરવા વિષેના આ ઉત્તેજન સાથે સહમત થશે. [એફેસી ૫:૧૫, ૧૬ વાંચો.] આ લેખ ટેક્નૉલૉજીના સારા અને યોગ્ય ઉપયોગ કરવા વિષે જણાવે છે.”
ચોકીબુરજ જૂન
“શું તમે કદી વિચાર્યું છે કે દુનિયામાં આટલી બધી દુ:ખ-તકલીફો કેમ છે? [જવાબ આપવા દો.] આવો જ સવાલ એક માણસે પૂછેલો. એના વિષે શું હું તમને વાંચી આપું? [જો ઘરમાલિક રસ બતાવે, તો ગીતશાસ્ત્ર ૧૦:૧ વાંચો.] આ મૅગેઝિનમાં શાસ્ત્રના આધારે જણાવ્યું છે, કે કેમ ઈશ્વર દુ:ખ-તકલીફો ચાલવા દે છે. એને દૂર કરવા તે શું કરી રહ્યા છે, એ પણ જણાવેલું છે.”