મૅગેઝિન આપતા આમ કહી શકીએ
મે મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“આપણે બધા સુખી જીવન ચાહીએ છીએ. શું તમને લાગે છે કે ઈશ્વર ચાહે એવી ભક્તિ કરવાથી સુખ મળી શકે? [જવાબ આપવા દો. ઘરમાલિક રજા આપે તો લુક ૧૧:૨૮ વાંચો.] આ મૅગેઝિન જણાવે છે કે આપણી ભક્તિ વિષે ઈશ્વરને કેવું લાગે છે.” ઘરમાલિક રસ બતાવે તો મે ૧નું ચોકીબુરજ તેમને આપો. પાન ૨૪ ઉપરના પહેલા મથાળાની માહિતી અને એમાં ટાંકેલી એક કલમની ચર્ચા કરો. એ પછીના સવાલની ચર્ચા કરવા ફરી વાર મળવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ મે ૧
“ઈસુ વિષે લોકો ઘણું અલગ અલગ માને છે. અમુકને લાગે છે કે તેમને ઈશ્વરે મોકલ્યા હતા. બીજાઓને લાગે છે કે તે એક સારા માણસ હતા. વળી બીજા ઘણાને લાગે છે કે ઈસુ જેવી કોઈ વ્યક્તિ જ ન હતી. તમે શું માનો છો? [જવાબ આપવા દો. વ્યક્તિ રસ બતાવે તો આ વિષે વધારે વાત કરો.] શું હું તમને બતાવું કે ઈસુ વિષે બાઇબલ કયું સત્ય જણાવે છે? [ઘરમાલિક રજા આપે તો યોહાન ૧૭:૩ વાંચી આપો.] ઈસુ વિષે લોકોના મનમાં ઘણા સવાલો છે. એના જવાબ આ મૅગેઝિનમાં આપ્યા છે.”
સજાગ બનો! એપ્રિલ-જૂન
“આજે ઘણા લોકો કોઈ કારણથી ઉદાસ હોય છે. એમાંના અમુક તો જીવન ટૂંકાવી દે છે. જેઓ જીવન ટૂંકાવી દેવાનું વિચારતા હોય તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? [જવાબ આપવા દો.] આપણે કેમ જીવન કિંમતી ગણવું જોઈએ એ વિષે હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે તો યાકૂબ ૧:૧૭ વાંચો.] સર્જનહાર ઈશ્વરે સુંદર ભેટ તરીકે જીવન આપ્યું છે. આ લેખ બતાવે છે કે જેઓ જીવન ટૂંકાવી દેવાનું વિચારે છે તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ.” પાન ૧૪ ઉપરનો લેખ બતાવો.