મૅગેઝિન આપતા આમ કહી શકીએ
જૂન મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“એ ખરું છે કે બધા ધર્મોમાં ઘણા લોકો ધાર્મિક હોય છે. તોય ઘણી વાર ધર્મના નામે ધિક્કાર અને હિંસા જોવા મળે છે. શું તમને લાગે છે કે ઈશ્વર આવું ઇચ્છે છે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક રસ બતાવે તો, આગળ વાત કરો.] હું તમને શાસ્ત્રમાંથી બતાવું કે ઈશ્વરને એના વિષે કેવું લાગે છે?” [જો ઘરમાલિક હા પાડે તો, યશાયા ૧૧:૯ વાંચો.] ઘરમાલિકને જૂન ૧નું ચોકીબુરજ આપો. પાન ૨૭ ઉપરનું બીજું મથાળું અને એમાંની એક કલમ સાથે મળીને વાંચો. બીજી વાર આવીને એના પછીના સવાલ પર ચર્ચા કરવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ જૂન ૧
“ઘણી જગ્યાઓએ ધર્મો રાજકારણમાં જોડાય છે ત્યારે ઘણી સમસ્યા ઊભી થાય છે. તમને શું લાગે છે એ વિષે શું કરી શકાય? [જવાબ આપવા દો.] ઈસુના સમયમાં લોકો પ્રયત્ન કરતા હતા કે તે રાજકારણમાં જોડાય. પણ ઈસુએ શું કર્યું એ તમને શાસ્ત્રમાંથી બતાવું? [ઘરમાલિક રજા આપે તો યોહાન ૬:૧૫ વાંચી આપો.] આ મૅગેઝિન જણાવે છે કે ઈસુએ કેમ એવું કર્યું અને આપણે સમાજને કઈ રીતે મદદ કરી શકીએ.”