મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ઑગસ્ટના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“મોટા ભાગના લોકો માને છે કે સૃષ્ટિના સર્જનહાર છે. તમને શું લાગે, તેમનું કોઈ નામ છે? [જવાબ આપવા દો.] તેમના નામ વિષે શાસ્ત્ર શું કહે છે એ હું તમને બતાવું? [ઘરમાલિક રસ બતાવે તો ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચો.]” પછી પાન ૨૯ ઉપરના લેખના ત્રીજા મથાળા નીચે આપેલી માહિતી વાંચીને ચર્ચા કરો.
ચોકીબુરજ ઑગસ્ટ
“આજે જીવન ટૂંકું અને મુશ્કેલીભર્યું હોવાથી ઘણા વિચારે છે કે શું જીવનનો કોઈ મકસદ છે? તમને કદી એવો સવાલ થયો છે? [જવાબ આપવા દો.] શાસ્ત્ર જણાવે છે કે ભાવિમાં દુઃખ-તકલીફ હશે જ નહિ. એ હું તમને બતાવી શકું? [ઘરમાલિકને જાણવાનો રસ હોય તો પ્રકટીકરણ ૨૧:૪ વાંચો.] આ મૅગેઝિન જણાવે છે કે ધરતી માટે ઈશ્વરનો શું મકસદ છે. તેમ જ જિંદગીને ખરો મકસદ આપવા આપણે શું કરી શકીએ.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“આજે ઘણા લોકો અનેક બીમારીઓથી પીડાય છે. એટલે અમે ઉત્તેજન આપતું ઈશ્વરનું વચન બધાને સંભળાવીએ છીએ. એ હું તમને વાંચી આપું? [ઘરમાલિકને જાણવાનો રસ હોય તો યશાયાહ ૩૩:૨૪ વાંચી આપો.] ઈશ્વર એ વચન પ્રમાણે કરશે ત્યારે દુનિયા કેવી હશે? [જવાબ આપવા દો.] ઈશ્વર એવું કરે ત્યાં સુધી આપણે પોતાની તબિયત સુધારવા અનેક બાબતો કરી શકીએ. આ મૅગેઝિન એના વિષે જણાવે છે.”