મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ઑગસ્ટ મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“આજે ઘણા લોકો અજોડ શક્તિમાં માને છે. તમને લાગે છે કે સારા કે ખરાબ દૂતો જેવું કંઈ છે? [જવાબ આપવા દો. ઘરમાલિકને રસ હોય તો આગળ વાત કરો.] આ મૅગેઝિન જુઓ શું કહે છે.” ઘરમાલિકને ઑગસ્ટ ૧નું ચોકીબુરજ આપો અને પાન ૧૬ ઉપરના પહેલા મથાળાના પહેલા મુદ્દા પર ચર્ચા કરો. ઘરમાલિકને વાંધો ન હોય તો, એકાદ કલમ પર ચર્ચા કરી શકો. મૅગેઝિન આપો અને બીજા મુદ્દા પર ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ ઑગસ્ટ ૧
“ઘણા માને છે કે દુઃખની ઘડીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ તો, તે સાંભળે છે. પરંતુ, ઘણા વિચારે છે કે ‘જો ઈશ્વર હોય તો દુનિયામાં આટલી બધી મુશ્કેલીઓ શા માટે છે?’ શું ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે? [જવાબ આપવા દો.] હું તમને શાસ્ત્રમાંથી એક કલમ બતાવી શકું, જે પુરાવો આપે છે કે પ્રાર્થનાના સાંભળનાર છે? [ઘરમાલિક સહમત થાય તો ગીતશાસ્ત્ર ૬૫:૨ વાંચો.] ઘણા લોકો આ વચનની સાથે સહમત થાય છે. તો પછી, ‘પ્રાર્થનાના સાંભળનાર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?’ આનો જવાબ આ મૅગેઝિન આપે છે.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“અમે વધી રહેલી એક સમસ્યા વિષે વાત કરતા હતા. આજે જોવા મળે છે કે લોકો બહુ સહેલાઈથી નાની નાની વાતે ગુસ્સે થઈ જાય છે. એનું કારણ શું હોઈ શકે? [જવાબ આપવા દો.] ગુસ્સા વિષે પવિત્ર શાસ્ત્ર શું કહે છે, એ હું તમને બતાવી શકું? [ઘરમાલિક રજા આપે તો, ગીતશાસ્ત્ર ૩૭:૮ વાંચો.] આ મૅગેઝિન જણાવે છે કે લોકોના ગુસ્સે થવા પાછળ કેવાં કારણો રહેલાં છે. એમાં એ પણ જણાવ્યું છે કે આપણે કેવી રીતે ગુસ્સાને કાબૂમાં રાખી શકીએ.”