મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“બધા સાથે અમે ગુના વિશે વાત કરીએ છીએ, જે આજે મોટી મુશ્કેલી છે. અમુકને લાગે છે કે ગુના પર કાબૂ મેળવવા વધારે પોલીસની જરૂર છે. તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] ઈશ્વરે ગુનાનો અંત લાવવાનું વચન આપ્યું છે, એ હું તમને બતાવું? [ઘરમાલિક રજા આપે તો ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧ વાંચો.] આ મૅગેઝિન એ વચનની ખાતરી આપે છે. તેમ જ, એમાં ગુનાથી પોતાનું રક્ષણ કરવાનાં અમુક સૂચનો આપ્યાં છે.”