મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ જૂન
“આજે દુનિયામાં અનેક મુશ્કેલીઓ જોવા મળે છે. તેથી શું તમને લાગે છે કે આપણે સારા ભાવિની આશા રાખી શકીએ? [જવાબ આપવા દો.] આપણા ઉત્પન્નકર્તાનું એક વચન શું હું તમને વાંચી આપું? [જો ઘરમાલિકને રસ હોય તો, ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧ વાંચી આપો.] તમને લાગે છે કે આ વચન આપણા સમયમાં પૂરું થશે? [જવાબ આપવા દો.] આ મૅગેઝિનમાં બાઇબલની છ ભવિષ્યવાણીઓની ચર્ચા કરવામાં આવી છે, જે આજે પૂરી થઈ રહી છે. એ બતાવે છે કે કઈ રીતે આ વચન જલદી પૂરું થશે.”
સજાગ બનો! એપ્રિલ-જૂન
“આજના ટૅક્નોલૉજી યુગમાં ઘણા માબાપને લાગે છે કે પોતાના બાળકો મોટા ભાગનો સમય ઇલેકટ્રોનિક્સ સાધનો પાછળ વિતાવે છે. પણ એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરે માટે યુવાનોને ક્યાંથી મદદ મળી શકે એ વિષે તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] આ બાબતે મદદરૂપ થાય એવો એક સિદ્ધાંત શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિકને રસ હોય તો, સભાશિક્ષક ૩:૧ વાંચી આપો.] આ લેખમાં સરસ સૂચનો આપ્યાં છે જે તમારા યુવાનોને મદદરૂપ થઈ શકે.”