મૅગેઝિન આપતાં આમ કહી શકીએ
ચોકીબુરજ સપ્ટેમ્બર
જો ઘરમાલિક રસ બતાવનારા લાગે તો તમે કહી શકો: “શું બાળકોને નાનપણથી જ ઈશ્વર વિષે શીખવવું જોઈએ? કે પછી તેઓને મોટા થયા બાદ શીખવવું જોઈએ? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં પિતાઓ માટે ખાસ સૂચના આપેલી છે, એ હું તમને બતાવી શકું? [ઘરમાલિકને જાણવામાં રસ હોય તો એફેસી ૬:૪ વાંચો.] માબાપ કઈ રીતે બાળકોને ઈશ્વર વિષે શીખવી શકે, એ વિષે આ મૅગેઝિનમાં અમુક સલાહ આપી છે.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“શું તમને લાગે છે કે સગાં-વહાલાનું મૃત્યુ સહન કરવું સૌથી કપરું હોય છે? [જવાબ આપવા દો.] હું તમને એક શાસ્ત્રવચન વાંચી આપું? એનાથી ઘણા લોકોને મદદ મળી છે. [ઘરમાલિકને જાણવામાં રસ હોય તો ગીતશાસ્ત્ર ૫૫:૨૨ વાંચી આપો.] આપણે કઈ રીતે પોતાનો બોજો ઈશ્વર પર નાંખી શકીએ? આ મૅગેઝિન ગુજરી ગયેલાનું દુઃખ સહન કરવા કેટલીક સલાહ આપે છે.”