મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સપ્ટેમ્બર ૧
“ઘણા લોકો ચમત્કારોમાં વિશ્વાસ કરે છે, જ્યારે કે ઘણા નથી કરતા. તમને શું લાગે છે, ચમત્કારો ખરેખર થાય છે? [જવાબ આપવા દો.] આવનાર દિવસોમાં બનનાર ચમત્કારનું વચન, ઘણા લોકોને આશા આપે છે. શાસ્ત્ર એ વિષે શું કહે છે એ હું તમને બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે તો પાન ૯-૧૦માં આપેલી કલમોમાંથી કોઈ એક વાંચો.] લોકો ખાસ કરીને ત્રણ કારણોને લીધે ચમત્કાર વિષે વાંધો ઉઠાવે છે. આ મૅગેઝિન એ વિષે સમજાવે છે.”