મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ નવેમ્બર ૧
“આજે નોકરી-ધંધા પર અને સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર ઘણો ફેલાયેલો છે. ઘણા લોકોને એ વિશે ચિંતા છે. શું તમને લાગે છે કે ભ્રષ્ટાચારને જડમૂળથી કાઢવાનો કોઈ ઇલાજ છે? [જવાબ આપવા દો.] ભ્રષ્ટાચારના ભોગ બનેલા લોકોને ઈશ્વરના રાજ્યમાં કેવી રાહત મળશે એ વિશે શાસ્ત્રમાં એક વચન આપ્યું છે. એ હું શાસ્ત્રમાંથી વાંચી આપું? [જો ઘરમાલિક રસ બતાવે તો ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે કઈ રીતે જલદી જ ભ્રષ્ટાચારનો અંત આવશે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“દર વર્ષે દુનિયાભરમાં લાખો લોકો ખોરાકથી થતી બીમારીનો ભોગ બને છે. આપણા વિસ્તારમાં ખોરાક કેટલો સલામત છે? તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] પોતાના કુટુંબને ખોરાકથી થતી બીમારીથી બચાવવા શું કરી શકીએ? એ વિશે આ મૅગેઝિનમાં ચાર રીતો આપેલી છે. એમાં શાસ્ત્રનું એક વચન પણ છે જે કહે છે કે, બહુ જલદી જ બધા માટે પૌષ્ટિક ખોરાક હશે. શું હું એ વચન વાંચી આપું? જો ઘરમાલિક રસ બતાવે તો ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫ વાંચો.”