મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ નવેમ્બર ૧
“શું તમને લાગે છે કે ભગવાન આપણા બધાની ચિંતા કરે છે? [જવાબ આપવા દો.] એના વિષે હું શાસ્ત્રમાંથી તમને કંઈ વાંચી આપું? [ઘરમાલિક રજા આપે તો ૧ પીતર ૫:૭ વાંચી આપો. જો ઘરમાલિકને રસ હોય, તો નવેમ્બરના ચોકીબુરજમાંથી પાન પાંચ પરનો લેખ બતાવો.] આ લેખ બતાવે છે કે આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ભગવાનને આપણા બધાની ચિંતા છે. આ મૅગેઝિનમાં ભગવાન વિષેના પાંચ જૂઠા આરોપને શાસ્ત્રમાંથી ખુલ્લા પાડવામાં આવ્યા છે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“આજે મોટા ભાગે આપણા બાળકો જાણતા નથી કે પોતાની ઓળખ શું છે. તેઓને મદદ કરવા આપણે શું કરી શકીએ? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાંથી હું તમને મહત્ત્વનો એક સિદ્ધાંત બતાવી શકું? [જો ઘરમાલિકને રસ હોય તો ૧ કોરીંથી ૯:૨૬ વાંચી આપો.] આ શાસ્ત્ર પ્રમાણે આપણે બધા જ ચાહીએ છીએ કે બાળકો ખરા માર્ગમાં પોતાની શક્તિ વાપરે. એ માટે તેઓ પોતાને સારી રીતે સમજે એ ખૂબ મહત્ત્વનું છે. આ લેખમાં આપેલા સૂચનો તમારાં બાળકોને જરૂર મદદ કરશે.” પછી પાન ૨૬ ઉપરનો લેખ બતાવો.