કિંગ્ડમ સોંગનો આનંદ માણવાની એક રીત
યહોવાહના ભક્તો, સંગીતને ઈશ્વર તરફથી મળેલી એક સુંદર ભેટ ગણે છે. (યાકૂ. ૧:૧૭) આજે ઘણા મંડળોમાં સભા પહેલાં કે પછી ધીમા અવાજે કિંગ્ડમ સોંગ વગાડવામાં આવે છે. સભા પહેલાં આ રીતે સંગીત વગાડવાથી મન પ્રફુલ્લિત થાય છે. એ આપણને તન-મનથી યહોવાહની ભક્તિ કરવા તૈયાર કરે છે. નવા ગીતોનું સંગીત વગાડવાથી આપણે એની ધૂનથી પરિચિત થઈએ છીએ. એ આપણને સારી રીતે ગાવા મદદ કરે છે. સભા પછી સંગીત વગાડવાથી આનંદ ભર્યો માહોલ ઊભો થાય છે. આવા માહોલમાં ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણવાની મઝા આવે છે. દરેક મંડળના વડીલોએ ગોઠવણ કરવી જોઈએ કે સભા પહેલાં અને પછી સીંગ ટુ જેહોવાહ—પીઆનો વગાડવામાં આવે. સંસ્થાએ બહાર પાડેલા સંગીત સિવાય બીજા ગીતો વગાડવા ન જોઈએ. ભાઈ-બહેનોને વાત કરવામાં અડચણ પડે એટલા મોટા અવાજે સંગીત વગાડવામાં ન આવે એનું વડીલોએ ધ્યાન રાખવું જોઈએ.