‘સર્વ’ લોકોને ખુશખબર જણાવીએ
૧. કયા અર્થમાં આપણે કુશળ કારીગર જેવા છીએ?
૧ કુશળ કારીગર, પોતાની પાસે બધી જ જાતનાં સાધનો રાખે છે. તે જાણે છે કે કયું સાધન ક્યારે અને કેવી રીતે વાપરવું જોઈએ. એવી જ રીતે ખુશખબર ફેલાવવા આપણી પાસે પણ અનેક સાધનો છે. દાખલા તરીકે ‘સર્વ’ લોકોને સત્ય જણાવવા આપણી પાસે અનેક મોટી પુસ્તિકાઓ છે. (૧ કોરીં. ૯:૨૨) આ રાજ્ય સેવાના ઇન્સર્ટમાં અમુક મોટી પુસ્તિકાઓની યાદી છે. એ કોની માટે છે, અને કેવી રીતે લોકોને આપી શકાય એ પણ જણાવેલું છે.
૨. મોટી પુસ્તિકા ક્યારે આપવી જોઈએ?
૨ મોટી પુસ્તિકા ક્યારે આપવી જોઈએ? એક કુશળ કારીગર જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોગ્ય સાધન વાપરશે. એવી જ રીતે આપણે પણ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટી પુસ્તિકા આપવી જોઈએ. સાહિત્ય ઑફરમાં મોટી પુસ્તિકા ના હોય તોપણ આપી શકાય. માની લો કે કોઈ મહિનામાં બાઇબલ શીખવે છે પુસ્તકની ઑફર છે. પણ જે વિસ્તારમાં આપણે પ્રચાર કરવાના છીએ ત્યાંના લોકોને બાઇબલમાં બહુ રસ નથી. તો શું કરીશું? તેઓને રસ પડે એવી પુસ્તિકા આપવાથી વધારે સારું પરિણામ મળશે. પછીથી વ્યક્તિ વધારે રસ બતાવે તો બાઇબલ શીખવે છે પુસ્તક આપી શકાય.
૩. આપણે કેમ યોગ્ય સાહિત્ય વાપરવું જોઈએ?
૩ બાઇબલમાં કુશળ કારીગરના વખાણ કરવામાં આવ્યા છે. (નીતિ. ૨૨:૨૯) સાચે જ આજે દુનિયામાં ‘ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરવા’ જેવું મહત્ત્વનું બીજું કોઈ કામ નથી. (રોમ. ૧૫:૧૬, કોમન લેંગ્વેજ) જેમ કુશળ કારીગર ‘શરમાયા’ વિના યોગ્ય સાધનો વાપરે છે, તેમ આપણે પણ યોગ્ય સાહિત્ય વાપરવું જોઈએ.—૨ તીમો. ૨:૧૫.