“વ્યક્તિને રસ પડે એવા જૂનાં મૅગેઝિન કે પુસ્તિકા આપો”
આપણે ઘણાં મહિનાઓથી બાઇબલ શું શીખવે છે પુસ્તક આપીએ છીએ. તેમ જ, રસ ધરાવનારાઓ સાથે અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ, ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને તેને બાઇબલ અભ્યાસ ન કરવો હોય ત્યારે શું? એવા સમયે ‘વ્યક્તિને રસ પડે એવાં જૂનાં મૅગેઝિન અથવા પુસ્તિકા વાપરવા’ આપણને ઉત્તેજન આપવામાં આવે છે. શા માટે?
જૂનાં મૅગેઝિનો અને પુસ્તિકામાં સમયસરની વિવિધ માહિતી હોય છે. કેટલીક વાર એમાંની કોઈ માહિતી ઘરમાલિકના દિલને અસર કરી શકે. એટલા માટે પ્રચારમાં જાવ ત્યારે સાથે જુદી જુદી પુસ્તિકા અને જૂના મૅગેઝિનો લઈ જાવ. જો તમારી પાસે જૂનાં મૅગેઝિનો ના હોય તો મંડળમાંથી મેળવી શકો. જો ઘરમાલિક પાસે પહેલેથી બાઇબલ શું શીખવે છે પુસ્તક હોય અને એ અભ્યાસ કરવાની ના પાડે, તો તમે પુસ્તિકા કે મૅગેઝિનો બતાવી શકો. જેમાં રસ હોય એ મૅગેઝિન લેવા તેને જણાવી શકો. પછીથી તેનો રસ કેળવવા પ્રયાસ કરો, જેથી આગળ જતાં બાઇબલ અભ્યાસ શરૂ થઈ શકે.