જૂનાં મૅગેઝિનનો સારો ઉપયોગ કરીએ
જૂનાં મૅગેઝિન રાખી મૂકીશું અથવા ફેંકી દઈશું તો કોઈ ફાયદો થવાનો નથી. એટલે, એને પ્રચારમાં આપવાની કોશિશ કરવી જોઈએ. એક મૅગેઝિન સત્ય માટે વ્યક્તિનો રસ જગાડી શકે છે અને યહોવાના નામે વિનંતી કરવા તેને પ્રેરી શકે છે. (યોએ. ૨:૩૨; રોમ. ૧૦: ૧૪) જૂનાં મૅગેઝિનનો સારો ઉપયોગ કરવા નીચે અમુક સૂચનો આપ્યાં છે.
બહુ પ્રચાર ન થયો હોય એવા વિસ્તારમાં પ્રચાર કરતી વખતે, બંધ ઘર હોય ત્યાં બીજાઓને દેખાય નહિ એવી રીતે એક મૅગેઝિન મૂકી શકીએ.
લોકો રાહ જોતા હોય એવી જગ્યાઓ જેમ કે, બસ કે રેલવે સ્ટેશને પ્રચાર કરતી વખતે પૂછો કે શું તમને વાંચવાનું ગમશે. પછી તેમને જૂના મૅગેઝિનના અમુક અંક બતાવીને એમાંથી પસંદ કરવા કહો.
તમારા મંડળના પ્રચાર વિસ્તારમાં આવેલાં દવાખાનાં, વૃદ્ધાશ્રમ કે એના જેવી જગ્યાની મુલાકાત લેતી વખતે ત્યાંના વેઇટીંગરૂમમાં અમુક જૂનાં મૅગેઝિન મૂકી શકીએ. પણ એમ કરતાં પહેલાં ત્યાંના સંચાલકની મંજૂરી લઈએ એ સારું રહેશે. ત્યાં પહેલેથી જ મૅગેઝિન હોય તો, વધારે મૅગેઝિન ન મૂકીએ.
ફરી મુલાકાતની તૈયારી કરતા હોઈએ ત્યારે વ્યક્તિને શામાં રસ છે એનો વિચાર કરો. શું તેમનું કુટુંબ છે? શું તેમને મુસાફરી કરવી ગમે છે? બાગમાં કામ કરવું ગમે છે? જૂનાં મૅગેઝિનમાં જુઓ કે વ્યક્તિને વાંચવામાં રસ પડે એવો કોઈ લેખ છે? પછી, ફરી મુલાકાત કરતી વખતે તેમને એ અંક આપો.
ઘણા પ્રયત્ન કર્યા પછી રસ ધરાવનાર વ્યક્તિ ફરી ઘરે મળે તો, તેણે વાંચ્યાં ન હોય એવાં જૂનાં મૅગેઝિન આપો.