મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
“આજે બધા કુટુંબો જે મુશ્કેલીઓ અનુભવે છે એના વિશે અમે વાત કરતા હતા. શું કરવાથી કુટુંબમાં સુખ-શાંતિ વધી શકે? [જવાબ આપવા દો.] મદદ કરે એવો એક સિદ્ધાંત શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે, તો પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫નો બીજો ભાગ વાંચો.] આજે મોટા ભાગના લોકો પોતાનો જ વિચાર કરતા હોય છે. આવા વાતાવરણમાં બાળકોને નિસ્વાર્થ બનતા શીખવવું સહેલું નથી. આ લેખ બતાવે છે કે માબાપ કેવી રીતે પોતાનાં બાળકોમાં સારાં સંસ્કાર સિંચી શકે.”