મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ઑક્ટોબર મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“મોટા ભાગના લોકો કોઈને કોઈ સમયે પ્રાર્થના કરતા હોય છે. મુશ્કેલીના સમયમાં નાસ્તિકો પણ પ્રાર્થના કરે છે. આપણે ચાહતા હોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે તો, કઈ રીતે કરવી જોઈએ? [જવાબ આપવા દો.] એ વિશે શાસ્ત્રમાંથી બતાવી શકું?” ઘરમાલિક રસ બતાવે તો ઑક્ટોબર-ડિસેમ્બર ચોકીબુરજનું છેલ્લું પાન બતાવો. તેમ જ, બીજા સવાલમાં આપેલી માહિતી અને ટાંકેલી કલમોમાંથી એકાદ કલમની સાથે ચર્ચા કરો. મૅગેઝિન આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરી મુલાકાતની ગોઠવણ કરો.
ચોકીબુરજ ઑક્ટોબર-ડિસેમ્બર
“ઘણા લોકો વિચારતા હોય છે કે ઈશ્વર કેમ આટલું બધું દુઃખ આવવા દે છે. શું તમે કદી વિચાર્યું છે? [જવાબ આપવા દો.] શું હું તમને સર્જનહારનું એક વચન બતાવું જે જણાવે છે કે એવો સમય આવશે જ્યારે દુઃખ-તકલીફોનો અંત આવશે? [ઘરમાલિક રસ બતાવે તો પ્રકટીકરણ ૨૧:૪ વાંચો.] કેમ આટલું બધું દુઃખ છે એ વિશે આ મૅગેઝિન પાંચ કારણોની ચર્ચા કરે છે. તેમ જ, જણાવે છે કે ઈશ્વર કઈ રીતે દુઃખોનો અંત લાવશે એ વિશે શાસ્ત્ર શું કહે છે.”