મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ઑક્ટોબરના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“ઘણા લોકો માને છે કે ઈશ્વર એક દિવસ તેઓના કર્મો પ્રમાણે ન્યાય કરશે. એ દિવસની શું તમે રાહ જુઓ છો કે એનાથી ગભરાઓ છો? [જવાબ આપવા દો.] શાસ્ત્ર એ વિશે શું કહે છે એ હું તમને બતાવી શકું?” જો ઘરમાલિક રસ બતાવે તો તેની સાથે ઑક્ટોબર ૧ના ચોકીબુરજમાંથી પાન ૨૬ના પહેલા પ્રશ્નની ચર્ચા કરો અને એમાંની એકાદ કલમ વાંચો. મૅગેઝિન આપી બીજા પ્રશ્ન પર ચર્ચા કરવા ફરી મુલાકાતની ગોઠવણ કરો.
ચોકીબુરજ ઑક્ટોબર ૧
“દુનિયામાં ઘણી જગ્યાએ સ્ત્રીઓ જીવનભર હિંસા અને ભેદભાવનો સામનો કરે છે. શું તમને લાગે છે કે ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે? [જવાબ આપવા દો.] પતિએ પત્ની સાથે કેવી રીતે વર્તવું જોઈએ, એ વિશે શાસ્ત્રમાં સરસ સલાહ આપી છે. શું હું એ તમને બતાવી શકું? [જો ઘરમાલિક રસ બતાવે તો એફેસી ૫:૨૮, ૨૯ વાંચો.] શાસ્ત્રમાં જણાવ્યું છે કે સ્ત્રીઓને ઈશ્વર કેવી ગણે છે. એ વિશે આ મૅગેઝિન સરસ રીતે સમજાવે છે.”
સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર
“આપણામાંના બધાએ કોઈક વાર તો અન્યાય સહેવો પડ્યો છે. શું તમને લાગે છે કે અન્યાયનો ક્યારેય અંત આવશે? [જવાબ આપવા દો.] આખી દુનિયામાં થતા અન્યાયનો કેવી રીતે અંત આવશે એ વિશે એક ભવિષ્યવાણી છે. એ હું તમને વાંચી આપું? [જો ઘરમાલિક રસ બતાવે તો ગીતશાસ્ત્ર ૭૨:૧૧-૧૪ વાંચો.] શાસ્ત્રમાં એક ન્યાયી નવી દુનિયાનું વચન આપેલું છે. એ વિશે આ મૅગેઝિન સરસ રીતે જણાવે છે.”