મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ઑક્ટોબર મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
“આજે મોટા ભાગના લોકો કોઈ ને કોઈ સમયે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. આપણી પ્રાર્થના વિશે ઈશ્વરને કેવું લાગે છે? શું ઈશ્વર એને મહત્ત્વની ગણે છે કે પછી ફક્ત સાંભળી લે છે?” જવાબ આપવા દો. “હું તમને એના વિશે શાસ્ત્રમાંથી સરસ માહિતી બતાવી શકું?” ઘરમાલિક હા પાડે તો ઑક્ટોબર-ડિસેમ્બર ચોકીબુરજના છેલ્લા પાન પરનો લેખ બતાવો. એમાંથી પહેલા સવાલ નીચેની માહિતી અને ટાંકેલી એકાદ કલમની ચર્ચા કરો. પછી, ઘરમાલિકને મૅગેઝિન આપો અને બીજા સવાલની ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
ચોકીબુરજ ઑક્ટોબર-ડિસેમ્બર
“આજે ઘણા લોકો વિચારે છે: ‘સારા લોકો પર કેમ દુઃખો આવે છે? અથવા આજે દુનિયામાં આવતી તકલીફો મોટે કોણ જવાબદાર છે,’ તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] એ માટે ઈશ્વર જવાબદાર છે કે કેમ એના વિશે તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [ઘરમાલિક રસ બતાવે તો યાકૂબ ૧:૧૩ વાંચો.] આ મૅગેઝિન બતાવે છે કે સારા લોકો પર કેમ દુઃખો આવે છે અને એનો અંત લાવા ઈશ્વર શું કરશે.”