વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૪ પાન ૨
  • પ્રબોધકોનો દાખલો લો—નાહૂમ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રબોધકોનો દાખલો લો—નાહૂમ
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • નાહૂમ, હબાક્કૂક અને સફાન્યાહના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • નાહૂમ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૯/૧૪ પાન ૨

પ્રબોધકોનો દાખલો લો—નાહૂમ

૧. નાહૂમના પુસ્તકમાંથી શું શીખવા મળે છે?

૧ નાહૂમ પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે યહોવા પોતાના દુશ્મનો સામે બદલો લેશે. દુશ્મનો ભલેને ગમે તેટલા શક્તિશાળી હોય, તોપણ યહોવા સામે ટકી શકશે નહિ. એની સાબિતી ખંડેર થયેલા નીનવેહ શહેરમાં જોવા મળે છે. (નાહૂ. ૧:૨, ૬) નાહૂમની ભવિષ્યવાણી ધ્યાનથી તપાસવાથી આપણને પ્રચારમાં મદદ મળે છે.

૨. આપણા સંદેશાથી લોકોને શું કરવાનું ઉત્તેજન મળશે?

૨ દિલાસો અને આશા આપીએ: નાહૂમનું પુસ્તક વાંચતા લાગી શકે કે, એમાં ઘમંડી આશ્શૂરનું પાટનગર નીનવેહ શહેરના ફક્ત નાશ વિશે ઈશ્વરનો ન્યાયચુકાદો છે. (નાહૂ. ૧:૧; ૩:૭) જોકે, એ ચુકાદો તો યહોવાના લોકો માટે ખુશખબર હતી. નાહૂમનો અર્થ “દિલાસો આપનાર” થાય. તેમણે સાથી યહૂદીઓને હિંમત આપતા કહ્યું હતું કે યહોવા જલદી જ દુશ્મનોનો નાશ કરવાના છે! નાહૂમે ખાતરી આપી કે ‘યહોવા સારા છે, સંકટના સમયે તે કિલ્લા સમાન છે.’ (નાહૂ. ૧:૭) આજે આપણે પણ ખુશખબર જણાવીએ ત્યારે, લોકોને યહોવામાં આશરો મેળવવાનું ઉત્તેજન આપીએ છીએ.—નાહૂ. ૧:૧૫.

૩. નાહૂમની જેમ આપણે પણ કઈ રીતે દાખલાઓ અને ઉદાહરણોનો ઉપયોગ કરી શકીએ?

૩ દાખલાઓ અને ઉદાહરણો આપીએ: આશ્શૂરે પહેલાં ઇજિપ્તનું શહેર થીબ્સ કે આમોનનો નાશ કર્યો હતો. યહોવાની પ્રેરણાથી નાહૂમે જણાવ્યું કે નીનવેહ શહેરનો પણ એવી જ રીતે નાશ થશે. (નાહૂ. ૩:૮-૧૦) આજે આપણે પણ આ દુષ્ટ દુનિયાના નાશ વિશે લોકોને જણાવીએ છીએ. બાઇબલની ભવિષ્યવાણીનો ઉપયોગ કરીને બતાવીએ કે, યહોવાએ જણાવેલા દરેક શબ્દો સાચા પડશે. દાખલા તરીકે, ઈ.સ. પૂર્વે ૬૩૨માં બાબેલોન અને માદીઓના લશ્કરે નીનવેહ પર ચઢાઈ કરી હતી. એ સમયે, ભારે વરસાદને કારણે તીગ્રિસ નદી છલકાઈ ગઈ અને શહેર ફરતેની તોતિંગ દીવાલોનો અમુક ભાગ પડી ભાંગ્યો. યહોવાના કહેવા પ્રમાણે બહુ ઝડપથી નીનવેહ શહેરને કબજે કરવામાં આવ્યું હતું.—નાહૂ. ૧:૮; ૨:૬.

૪. લોકો સમજી શકે એ રીતે બોલવા આપણે શું કરવું જોઈએ?

૪ લોકો સમજી શકે એ રીતે બોલીએ: નાહૂમનાં લખાણો વિગતવાર અને જોરદાર હતાં. તેમણે જણાવેલા મુદ્દાઓ સ્પષ્ટ હતા. (નાહૂ. ૧:૧૪; ૩:૧) લોકો સહેલાઈથી સમજી શકે એ રીતે આપણે પણ બોલવું જોઈએ. (૧ કોરીં. ૧૪:૯) વ્યક્તિને પહેલી વાર મળીએ ત્યારે મળવાનું કારણ જણાવવું જોઈએ. પછી તેની સાથે અભ્યાસ કરીએ ત્યારે, યહોવા અને બાઇબલમાં ભરોસો કેળવવા મદદ કરવી જોઈએ. તેમ જ, એ માહિતી જીવનમાં લાગુ પાડતા અને કદર કરતા શીખવવું જોઈએ.—રોમ. ૧૦:૧૪.

૫. નાહૂમની ભવિષ્યવાણીમાંથી આપણને કઈ ખાતરી મળે છે?

૫ યહોવાના શબ્દો સાચા પડશે એવો નાહૂમને પૂરો ભરોસો હતો. એ તેમના પુસ્તકમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે દુષ્ટ દુનિયાનો અંત નજીક આવતો જાય છે. તેથી, આપણે પણ લોકોને ઈશ્વરનો આ ન્યાયચુકાદો જણાવીએ: “બીજી વાર વિપત્તિ ઊભી થશે નહિ.”—નાહૂ. ૧:૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો