શીખવવાની કળામાં સુધારો કરવા ૨૦૧૫ની દેવશાહી સેવા શાળા મદદ કરે છે
૧ રાજા દાઊદે લખ્યું: “હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” (ગીત. ૧૯:૧૪) આપણે પણ આપણી વાણીથી યહોવાને ખુશ કરવા ચાહીએ છીએ. કારણ કે, આપણને મંડળમાં અને પ્રચારમાં સત્ય શીખવવાનો જે લહાવો મળ્યો છે એની કદર કરીએ છીએ. સારા શિક્ષક બનવા તાલીમ મળે એ માટે યહોવાએ અનેક ગોઠવણ કરી છે. એમાંની એક છે, દેવશાહી સેવા શાળા. આ તાલીમ આખી દુનિયામાં દર અઠવાડિયે ૧,૧૧,૦૦૦ કરતાં વધારે મંડળોમાં આપવામાં આવે છે. આ શાળાથી આખી દુનિયામાં રહેતાં અને અલગ અલગ સમાજમાંથી આવતાં આપણાં ભાઈ-બહેનોને રાજ્યના સારા પ્રચારક બનવા મદદ મળી છે. તેમ જ, સારી રીતે, સમજી વિચારીને અને હિંમતથી બીજાઓને શીખવવા પણ મદદ મળી છે.—પ્રે.કૃ. ૧૯:૮; કોલો. ૪:૬.
૨ વર્ષ ૨૦૧૫ના સેવા શાળાના શેડ્યૂલમાં આ સાહિત્યમાંથી વિષય લેવામાં આવશે: બાઇબલ વિશે જાણકારી અને બાઇબલમાંથી સમજણ. ઉપરાંત, બાઇબલના મુખ્ય મુદ્દા અને સોંપણી નં. ૧ના સમયમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. એ ફેરફાર અને સ્કૂલમાં કઈ રીતે ભાગ રજૂ કરીશું એના વિશે હવે પછીના ફકરામાં સૂચનો આપ્યાં છે.
૩ બાઇબલના મુખ્ય મુદ્દાઓ: જે ભાઈઓને આ ભાગ સોંપવામાં આવશે, તેઓ બે મિનિટમાં એક જ મુદ્દો સમજાવશે. તેઓ સપ્તાહના બાઇબલ વાંચનમાંથી રસપ્રદ અથવા એ માહિતી કઈ રીતે લાગુ પાડી શકાય એ બતાવશે. સારી તૈયારી હશે તો સોંપેલા સમયમાં તેઓ મંડળને લાભ થાય એ રીતે વિચાર જણાવશે. એ પછીની છ મિનિટ ભાઈ-બહેનો માટે હશે. તેઓ ૩૦ સેકન્ડ કે એનાથી ઓછા સમયમાં જણાવશે કે અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી શું શીખવા મળ્યું. ૩૦ સેકન્ડમાં જવાબ આપતા શીખવું સારી તૈયારી અને મહેનત માંગી લે છે. એમ કરવાથી પોતાને જ ફાયદો થાય છે. ટૂંકો જવાબ આપીશું તો, બીજાઓને પણ પોતે કરેલા સંશોધનમાંથી શું શીખવા મળ્યું એ જણાવવાનો મોકો મળશે.
૪ સોંપણી નં. ૧: બાઇબલ વાંચનનો સમય ઘટાડવામાં આવ્યો છે. હવેથી એ ત્રણ મિનિટ કે એનાથી ઓછા સમયમાં કરવાનું રહેશે. તેમ જ, બાઇબલની થોડી જ કલમો વાંચવાની હશે. જેઓને વાંચનની સોંપણી મળે તેઓએ મોટેથી વાંચીને વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ; પોતાના ઉચ્ચાર પર ધ્યાન આપવું જોઈએ; સમજાય એ રીતે વિચાર રજૂ કરવા જોઈએ. યહોવાના સર્વ ભક્તોએ સારું વાંચન કરવા મહેનત કરવી જોઈએ. કેમ કે, વાંચન આપણી ભક્તિમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણાં ઘણાં બાળકો સારી રીતે વાંચે છે એનાથી આપણે કેટલા ખુશ થઈએ છીએ. માબાપો પોતાનાં બાળકોને સારી રીતે વાંચતા શીખવવા ખૂબ મહેનત કરે છે. એ માટે તેઓની પ્રશંસા કરવામાં આવે છે.
૫ સોંપણી નં. ૨: પાંચ મિનિટનો આ ભાગ બહેનોને સોંપવામાં આવશે. સોંપવામાં આવેલો વિષય જ વાપરવો જોઈએ. બાઇબલ વિશે જાણકારી અથવા બાઇબલમાંથી સમજણ પુસ્તિકામાંથી માહિતી લેવામાં આવી હોય ત્યારે, કઈ રીતે એને હાથ ધરવી? પ્રચારના અલગ અલગ પાસાઓમાં એ માહિતી કઈ રીતે વાપરી શકાય એ દૃશ્યથી બતાવવું જોઈએ. જો સોંપણી બાઇબલના કોઈ પાત્ર પર હોય, તો વિદ્યાર્થીએ કલમમાં આપેલી માહિતી સમજવી જોઈએ. યોગ્ય કલમ પસંદ કરવી જોઈએ અને બતાવવું જોઈએ કે બાઇબલના એ પાત્રમાંથી શું શીખી શકીએ છીએ. ઉપરાંત, મુખ્ય મુદ્દાને ટેકો આપતી બીજી કલમ પણ વાપરી શકાય. આ ટૉક માટે સહાયક તરીકે એક બહેનની સોંપણી શાળા નિરીક્ષક કરશે.
૬ સોંપણી નં. ૩: પાંચ મિનિટનો આ ભાગ કોઈ ભાઈ કે બહેનને સોંપવામાં આવશે. આ ભાગ કોઈ બહેનને સોંપવામાં આવે તો, તેમણે સોંપણી નં. ૨ પ્રમાણે કરવું જોઈએ. કોઈ ભાઈને સોંપવામાં આવે અને માહિતી બાઇબલના પાત્રને આધારે હોય તો, તેમણે ભાઈ-બહેનોને ધ્યાનમાં રાખીને ટૉકની જેમ માહિતી રજૂ કરવી જોઈએ. વિદ્યાર્થીએ સોંપવામાં આવેલો વિષય વાપરવો જોઈએ. મુદ્દાને ટેકો આપતી કલમ પસંદ કરવી જોઈએ અને બતાવવું જોઈએ કે બાઇબલના એ પાત્રમાંથી શું શીખી શકીએ છીએ.
૭ ભાઈઓ માટે સોંપણી નં. ૩ની નવી ગોઠવણ: બાઇબલ વિશે જાણકારી અથવા બાઇબલમાંથી સમજણ પુસ્તિકાના આધારે સોંપણી હોય તો, કુટુંબ તરીકે ભક્તિ કે પ્રચારના દૃશ્યથી એ ભાગ રજૂ કરવો જોઈએ. શાળા નિરીક્ષક સહાયક અને સેટિંગ આપશે. સહાયક તરીકે વિદ્યાર્થીના કુટુંબમાંથી કે મંડળના કોઈ ભાઈને જ પસંદ કરવા જોઈએ. બાઇબલ સિદ્ધાંત પર ભાર મૂકતી હોય અને મુખ્ય મુદ્દાને ચમકાવતી કલમ પણ વાપરી શકાય. અમુક સમયે આ ભાગની સોંપણી વડીલને પણ આપવામાં આવી શકે. વડીલ પસંદ કરી શકે કે સહાયક તરીકે કોને લેશે અને કેવું સેટિંગ રાખશે. વડીલ દૃશ્યથી બતાવશે કે કુટુંબના સભ્ય કે મંડળના કોઈ ભાઈને કઈ રીતે શીખવી શકાય. તેમની શીખવવાની કળાથી મંડળને પણ ચોક્કસ ઉત્તેજન મળશે.
સલાહ સ્વીકારી અને લાગુ પાડીને પ્રગતિ કરો
૮ સલાહ: વિદ્યાર્થીના દરેક ભાગ પછી શાળા નિરીક્ષક બૅનિફિટ ફ્રોમ થીઓક્રેટિક મિનિસ્ટ્રી સ્કૂલ એજ્યુકેશન પુસ્તકના આધારે બે મિનિટ પ્રશંસા કરશે અને મદદ મળે એવી સલાહ આપશે. શાળા નિરીક્ષક વિદ્યાર્થીના ભાગ વિશે જણાવે ત્યારે, જાહેર નહિ કરે કે તે કયા મુદ્દા પર કામ કરે છે. દરેક ભાગ રજૂ કર્યા પછી શાળા નિરીક્ષક વિદ્યાર્થીના વખાણ કરશે. તેમ જ, જણાવશે કે વિદ્યાર્થી કયા મુદ્દા પર કામ કરે છે અને એ મુદ્દા પર કઈ રીતે સારું કામ કર્યું છે. અથવા મુદ્દા પર વધારે કામ કરવાની જરૂર હોય તો, પ્રેમથી સમજાવશે કે એમ કરવાથી તેને શું ફાયદો થશે.
૯ વિદ્યાર્થી માટે કાઉન્સલ ફૉર્મ મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૭૯થી ૮૧માં જોવા મળે છે. વિદ્યાર્થી એનો ભાગ રજૂ કરે પછી શાળા નિરીક્ષક તેના પુસ્તકમાં યોગ્ય નોંધ કરશે. અને વિદ્યાર્થીને ખાનગીમાં પૂછશે કે શું તેણે સોંપેલા મુદ્દાની એક્સર્સાઇઝ કરી હતી. સભા પછી કે બીજા કોઈ સમયે વિદ્યાર્થીની પ્રશંસા કરી શકાય અને જરૂરી સલાહ-સૂચનો આપી શકાય. દરેક વિદ્યાર્થીને મળતી વ્યક્તિગત મદદને એ રીતે સ્વીકારવી જોઈએ કે, ભક્તિમાં પ્રગતિ કરવાની તેને એક તક મળી છે.—૧ તીમો. ૪:૧૫.
૧૦ વિદ્યાર્થી સમયમાં ટૉક પૂરી ન કરે તો, શાળા નિરીક્ષક કે તેમના સહાયક કોઈક રીતે ઇશારો કરશે. જેમ કે, ઘંટડી વગાડીને અથવા બીજાઓનું ધ્યાન ન ખેંચાય એ રીતે અવાજ કરીને બતાવશે કે વિદ્યાર્થીનો સમય પૂરો થઈ ગયો છે. એવું બને તો, વિદ્યાર્થીએ પોતાનું વાક્ય પૂરું કરીને પ્લૅટફૉર્મ પરથી ઊતરી જવું જોઈએ.—મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનું પાન ૨૮૨, ફકરો ૪ જુઓ.
૧૧ દેવશાહી સેવા શાળામાં જોડાવાની જરૂરિયાતો પૂરી કરી હોય, તેઓને શાળામાં પોતાનું નામ નોંધાવાનું ઉત્તેજન આપવામાં આવે છે. (મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનું પાન ૨૮૨, ફકરો ૬ જુઓ.) આ શાળામાં મળતા શિક્ષણથી યહોવાના લોકોને પૂરી શ્રદ્ધા, માન અને પ્રેમથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા અને શીખવવા મદદ મળી છે. આ શિક્ષણમાંથી લાભ મેળવીને જેઓ યહોવાને મહિમા આપે છે, તેઓથી યહોવા ચોક્કસ ખુશ થાય છે.—ગીત. ૧૪૮:૧૨, ૧૩; યશા. ૫૦:૪.