પત્રિકા આપતા આમ કહી શકીએ
સ્મરણપ્રસંગ પત્રિકાની ઝુંબેશ
“આ સમયગાળામાં ઘણા લોકો ઈસુને યાદ કરે છે અને જાણવા માંગે છે કે, શા માટે તે આખી દુનિયામાં જાણીતા થયા. અમે પડોશીઓને એક સૌથી મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. ઈસુના મરણથી શું લાભ થાય છે એ વિશે પ્રવચન ફ્રીમાં સાંભળવા એપ્રિલ ૩ના રોજ આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળશે. આ ખાસ સભા માટે તમને પણ આમંત્રણ આપવા માંગીએ છીએ. આ પ્રસંગ કઈ જગ્યાએ અને કયા સમયે રાખવામાં આવ્યો છે એ આ પત્રિકામાં જણાવ્યું છે.”