મૅગેઝિન આપતા આમ કહી શકીએ
સ્મરણપ્રસંગ પત્રિકાની ઝુંબેશ
“અમે એક સૌથી મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. એ ઈસુના મરણની યાદગીરીમાં છે. તમને થશે કે એ કેમ એટલો મહત્ત્વનો છે. [જવાબ આપવા દો. ઘરમાલિક રસ બતાવે તો રજૂઆત ચાલુ રાખો.] આખી દુનિયામાં એપ્રિલ ૧૪ના રોજ ઈસુના બલિદાનની યાદમાં લાખો લોકો આ પ્રસંગ ઉજવશે. ઈસુના મરણથી આપણને શું લાભ થાય છે એ વિશે બાઇબલ આધારિત પ્રવચન મફત સાંભળશે. આ પ્રસંગ કઈ જગ્યાએ અને કયા સમયે રાખવામાં આવ્યો છે એ આ પત્રિકામાં જણાવ્યું છે.”
ચોકીબુરજ એપ્રિલ-જૂન
“બધાને અસર કરતા એક વિષય પર અમે લોકો સાથે ટૂંકમાં વાત કરી રહ્યા છીએ. એ છે સ્નેહીજનનું મૃત્યુ. પ્રિય મિત્ર અથવા સગાંને ગુમાવવાનું દુઃખ સહેવું ખૂબ અઘરું હોય છે, એની સાથે તમે સહમત હશો. [જવાબ આપવા દો.] ઘણા લોકોને દિલાસો મળ્યો હોય એવું એક વચન શાસ્ત્રમાંથી બતાવી શકું? [જો ઘરમાલિક સહમત થાય તો, યશાયા ૨૫:૮ વાંચો.] મરણનો અંત આવશે અને ગુજરી ગયેલાઓ પાછા જીવતા થશે એ વિશે બાઇબલનું સુંદર વચન આ મૅગેઝિનમાં જણાવવામાં આવ્યું છે.