સ્મરણપ્રસંગની તૈયારી કરીએ
ઈસવીસન ૩૩, નીસાન ૧૩ની સાંજ હતી. ઈસુ જાણતા હતા કે પોતાના મરણ પહેલાં શિષ્યો સાથે આ છેલ્લી સાંજ હતી. ઈસુ તેઓ સાથે છેલ્લું પાસ્ખાપર્વ ઊજવવાના હતા અને પછી પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરવાના હતા. એ મહત્ત્વના પ્રસંગ માટે અમુક તૈયારી કરવાની જરૂર હતી. તેથી, તેમણે પીતર અને યોહાનને એની તૈયારી કરવા મોકલ્યા. (લુક ૨૨:૭-૧૩) દર વર્ષે સ્મરણપ્રસંગ ઉજવવા માંગતા યહોવાના દરેક ભક્ત માટે જરૂરી છે કે, એની પહેલાંથી તૈયારી કરે. (લુક ૨૨:૧૯) આ વર્ષે સ્મરણપ્રસંગ એપ્રિલ ૩ના રોજ થશે, એ માટે આપણે કેવી તૈયારી કરીશું?
ભાઈ-બહેનોએ કેવી તૈયારી કરવી જોઈએ?
સ્મરણપ્રસંગની પત્રિકાની ઝુંબેશમાં પૂરો ભાગ લેવાની ગોઠવણ કરો.
બાઇબલ વિદ્યાર્થીઓ, સગાં-સંબંધીઓ, શાળા કે સાથે કામ કરતા લોકો અને બીજા ઓળખીતાઓનું લીસ્ટ બનાવો અને તેઓને આમંત્રણ આપો.
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરો અને એના પર મનન કરો.
સ્મરણપ્રસંગમાં નવા લોકોને આવકારવા તૈયાર રહો.