વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૩ પાન ૧
  • પૂરા દિલથી સ્મરણપ્રસંગની તૈયારી કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૂરા દિલથી સ્મરણપ્રસંગની તૈયારી કરીએ
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • ‘મારી યાદગીરીમાં આ કરતા રહો’
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સ્મરણપ્રસંગની તૈયારી કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૩/૧૩ પાન ૧

પૂરા દિલથી સ્મરણપ્રસંગની તૈયારી કરીએ

૧. સ્મરણપ્રસંગ આપણને ખાસ શું કરવાની તક આપે છે?

૧ યહોવાએ આપણા તારણ માટે જે ગોઠવણ કરી છે એની દિલથી કદર કરવા આપણે સ્મરણપ્રસંગ ઊજવીશું. એ પ્રસંગ મંગળવાર માર્ચ ૨૬ના છે. (યશા. ૬૧:૧૦) એ દિવસ આવતા પહેલા આપણે ખુશ હોઈશું તો, તૈયારી કરવા મદદ મળશે. કઈ રીતે?

૨. આપણે શા કારણે સ્મરણપ્રસંગની તૈયારી કરીએ છીએ?

૨ સ્મરણપ્રસંગ માટે તૈયારી: આ મહત્ત્વનો પ્રસંગ સાદી રીતે ઊજવવામાં આવે છે. તોપણ, અગાઉથી તૈયારી કરવી જોઈએ જેથી મહત્ત્વની બાબતો રહી ન જાય. (નીતિ. ૨૧:૫) યોગ્ય જગ્યા અને સમય નક્કી કરવા જોઈએ. પ્રતીકોની જરૂરી ગોઠવણ કરવી જોઈએ. સ્મરણપ્રસંગ રાખવામાં આવતી જગ્યાની સાફ-સફાઈ કરવી જોઈએ. ટૉક આપનાર ભાઈએ પણ સારી રીતે તૈયારી કરવી જોઈએ. તેમ જ, એટેન્ડન્ટ અને પ્રતીકો પસાર કરનારા ભાઈઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ. જોકે, આમાંની ઘણી ગોઠવણો તમે કરી લીધી હશે. ઈસુની કુરબાનીમાં ખૂબ જ તાકાત છે એની કદર બતાવવા આપણે આ પ્રસંગની સારી તૈયારી કરીશું.—૧ પીત. ૧:૮, ૯.

૩. સ્મરણપ્રસંગ માટે આપણે કેવી રીતે દિલ તૈયાર કરી શકીએ?

૩ દિલ તૈયાર કરીએ: સ્મરણપ્રસંગની પૂરેપૂરી કદર બતાવવા દિલ તૈયાર કરવું પણ ખૂબ જરૂરી છે. (એઝ. ૭:૧૦) સ્મરણપ્રસંગનું ખાસ બાઇબલ વાંચન કરવા આપણે વ્યક્તિગત રીતે સમય ગોઠવવો જોઈએ. તેમ જ, ઈસુના જીવનના છેલ્લા દિવસો પર મનન કરવું જોઈએ. ઈસુએ બતાવેલા સ્વાર્થ વગરના પ્રેમ પર મનન કરવાથી તેમના પગલે ચાલવા આપણને પ્રેરણા મળશે.—ગલા. ૨:૨૦.

૪. ઈસુની કુરબાનીથી મળતો કયો લાભ તમારો આનંદ વધારે છે?

૪ ઈસુનું મરણ સાબિત કરે છે કે ફક્ત યહોવા વિશ્વના રાજા છે. ઈસુની કુરબાની આપણને પાપ અને મરણમાંથી આઝાદ કરે છે. (૧ યોહા. ૨:૨) યહોવા સાથેનો સંબંધ કેળવવા અને કાયમ માટેનું જીવન મેળવવા માર્ગ ખોલે છે. (કોલો. ૧:૨૧, ૨૨) તેમ જ, સમર્પણ વખતે યહોવાને આપેલું વચન નિભાવવા અને ઈસુના શિષ્યો બનવા આપણને હિંમત આપે છે. (માથ. ૧૬:૨૪) તમે સ્મરણપ્રસંગમાં હાજરી આપવા તૈયારી કરશો તેમ તમારો આનંદ વધતો રહેશે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો