‘મારી યાદગીરીમાં આ કરતા રહો’
આપણે એપ્રિલ પાંચના સ્મરણપ્રસંગ ઊજવીશું
૧. આપણા માટે સ્મરણપ્રસંગ કેમ મહત્ત્વનો છે?
૧ ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે ‘મારી યાદગીરીમાં આ કરતા રહો.’ (લુક ૨૨:૧૯) એમ કહીને તે શિષ્યોને પોતાના મરણની યાદગીરીમાં સ્મરણપ્રસંગ ઊજવવાનું કહેતા હતા. ઈસુની કુરબાનીથી જે સિદ્ધ થયું છે એ સૌથી મહત્ત્વનું છે. એ કારણે તેમનો મરણ દિવસ ઊજવવો યહોવાના ભક્તો માટે ખૂબ મહત્ત્વનું છે. આ વર્ષે સ્મરણપ્રસંગ એપ્રિલ પાંચના છે. એ માટે યહોવાનો ઉપકાર માનવા આપણે શું કરવું જોઈએ?—કોલો. ૩:૧૫.
૨. આપણે કઈ રીતે સ્મરણપ્રસંગની કદર બતાવી શકીએ?
૨ તૈયારી કરીને: આપણા માટે જે મહત્ત્વનું હોય એની હંમેશા તૈયારી કરીએ છીએ. એ જ રીતે, સ્મરણપ્રસંગ માટે પોતાનું દિલ તૈયાર કરવા કુટુંબ સાથે મળીને અભ્યાસ કરવો જોઈએ. તેમ જ, ઈસુના જીવનના છેલ્લા દિવસોમાં શું બન્યું એ વાંચવા અને મનન કરવા સમય કાઢવો જોઈએ. (એઝ. ૭:૧૦) આપણી સંસ્થાના કૅલેન્ડરમાં અને દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાં એને લગતી બાઇબલની અમુક કલમો આપી છે. એ ઉપરાંત, ફેબ્રુઆરી ૧, ૨૦૧૧ વૉચટાવરના પાન ૨૩-૨૪માં વધારે માહિતી આપી છે. સૌથી મહાન માણસ પુસ્તકના યોગ્ય પ્રકરણ પણ જણાવ્યા છે.
૩. સ્મરણપ્રસંગની કદર બતાવવા આપણે શું કરીશું?
૩ પ્રચાર કરીને: આપણાથી બની શકે એટલો પ્રચાર કરીને પણ એની કદર બતાવી શકીએ. (લુક ૬:૪૫) આખી દુનિયામાં શનિવાર, માર્ચ ૧૭થી આપણે સ્મરણપ્રસંગ આમંત્રણ પત્રિકા આપવાનું શરૂ કરીશું. શું તમે જીવનમાં થોડા ફેરફાર કરી શકો, જેથી પ્રચારમાં વધારે ભાગ લઈ શકાય? કદાચ સહાયક પાયોનિયરીંગ કરી શકો? કેમ નહિ કે આવતા અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે એની ચર્ચા કરો?
૪. સ્મરણપ્રસંગ ઊજવવાથી આપણને કયો લાભ થાય છે?
૪ દર વર્ષે સ્મરણપ્રસંગ ઊજવવાથી આપણને કેટલો લાભ થાય છે! યહોવાએ આપણા માટે પોતાના એકાકીજનિત દીકરાની કુરબાની આપી, એનો વિચાર કરવાથી આપણા દિલમાં પ્રેમ અને કદર વધે છે. (યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૯, ૧૦) એનાથી પોતાના માટે નહિ, પણ યહોવા માટે જીવવા પ્રેરાઈએ છીએ. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) તેમ જ, જાહેરમાં તેમના ગુણ ગાવાની હોંશ જાગે છે. (ગીત. ૧૦૨:૧૯-૨૧) એટલે જ યહોવાના ભક્તો ‘ઈસુનું મરણ પ્રગટ કરવા’ એપ્રિલ પાંચના સ્મરણપ્રસંગ ઊજવવાની કાગને ડોળે રાહ જુએ છે.—૧ કોરીં. ૧૧:૨૬.