સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ છે તેઓને મૅગેઝિન આપતા રહીએ
કેમ મહત્ત્વનું: ઘણા લોકોને આપણું મૅગેઝિન વાંચવું ગમે છે. પણ, તેઓ આપણી સાથે બાઇબલ અભ્યાસ કરવા ચાહતા નથી. કદાચ તેઓ પોતાના ધર્મથી ખુશ છે અથવા અભ્યાસ કરવા તેઓ પાસે સમય નથી. જોકે, નિયમિત રીતે આપણા મૅગેઝિન વાંચવાથી તેઓને બાઇબલ સત્ય જાણવાની તરસ જાગી શકે છે. (૧ પીત. ૨:૨) કોઈ લેખ તેઓના દિલને અસર કરી શકે અથવા તેમના સંજોગો બદલાય શકે. એટલે, નિયમિત ટૂંકી મુલાકાત લેવાથી તેઓ સહેલાઈથી આપણી સાથે વાત કરશે. એનાથી તેઓને શેમાં રસ છે અને કઈ મુશ્કેલીઓ છે એ જાણવા મદદ મળશે. સમય જતાં, બાઇબલ અભ્યાસ શરૂ થઈ શકે છે.
આ મહિને આમ કરો:
રસ ધરાવતા લોકોને નિયમિત મૅગેઝિન આપવા લીસ્ટ બનાવો. તેઓને મૅગેઝિન આપો અને જણાવો કે, નવા મૅગેઝિન આપવા ફરી આવશો.