ઇંડોનેશિયામાં આપણી બહેનો ભગવાનનું સાંભળો પુસ્તિકાનો ઉપયોગ કરી રહી છે
રજૂઆતની એક રીત
શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પત્રિકા)
સવાલ: તમારા વિસ્તારમાં કોઈ બનાવ વિશે લોકો ચિંતામાં હોય તો, એનો ઉલ્લેખ કર્યા પછી પૂછો: ઘણા લોકો વિચારે છે કે, શું કદી દુઃખ-તકલીફોનો અંત આવશે? એ વિશે ઈશ્વરે જે ખાતરી આપી છે એ હું તમને બતાવી શકું?
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪
આમ કહો: એ વચન પર ભરોસો મૂકવા આ પત્રિકામાં બે સરસ કારણો આપવામાં આવ્યાં છે.
શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પત્રિકા) છેલ્લું પાન
સવાલ: દુનિયામાં ચારેબાજુ દુઃખ-તકલીફો છે. શું તમે કદી વિચાર્યું છે કે, ઈશ્વર શા માટે દુઃખ-તકલીફોને ચાલવા દે છે? પવિત્રશાસ્ત્ર એનો સરસ જવાબ આપે છે.
શાસ્ત્રવચન: રોમ ૫:૧૨
આમ કહો: આ સવાલનો શાસ્ત્ર આધારિત જવાબ ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકાના પાઠ ૮માંથી મળે છે.
ભગવાનનું સાંભળો
સવાલ: શું તમને આવી દુનિયામાં જીવવું ગમશે? [પાન ૨-૩ બતાવો અને જવાબ આપવા દો.]
શાસ્ત્રવચન: યિર્મે ૨૯:૧૧
આમ કહો: આ પુસ્તિકા બતાવે છે કે આપણે ભગવાનનું કઈ રીતે સાંભળી શકીએ અને તેમણે આપણા માટે રાખેલા સુંદર ભાવિનો આનંદ માણી શકીએ. [પાન ૪-૫ની ચર્ચા કરો.]
રજૂઆત મારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.